વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તા.31 ડિસેમ્બરના રોજ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી.

–આ વર્ષનો આ છેલ્લો ‘મન કી બાત’ કાર્યક્રમ છે.

પીએમ મોદીએ કહ્યું કે આ રેડિયો પ્રોગ્રામ દ્વારા તમારા લોકો સાથે વાત કર્યા બાદ મને મારા પરિવારના લોકો સાથે વાત કર્યાનો અહેસાસ થાય છે.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 2024ની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે રેડીયો કાર્યક્રમની આજે આપણી આ સંયુક્ત યાત્રાનો 108મો એપિસોડ છે.
108 ના અંકનું મહત્વ અને તેની પવિત્રતા પણ તેઓએ સમજાવતા કહ્યું કે જપમાળામાં 108 ,108 વખત જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટીયા.. 108 ની આ સંખ્યા અનંત શ્રદ્ધા સાથે સંકળાયેલી છે. એટલા માટે મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે.
અમે આ 108 એપિસોડમાં જનભાગીદારીના ઘણા ઉદાહરણો જોયા છે.

–ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છેઃપીએમ મોદી

રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે.
તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી તરબોળ છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.
તેમણે લોકોને નવા વર્ષ 2024ની શુભકામનાઓ પણ પાઠવી હતી.

–વૈશ્વિક ઇનોવેશન રેન્કમાં સુધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઈનોવેશન હબ બનવું એ હકીકતનું પ્રતિક છે કે આપણે અટકવાના નથી. 2015 માં, અમે વૈશ્વિક ઇનોવેશન રેન્કમાં 81મા ક્રમે હતા,
આજે અમારો ક્રમ 40મો છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારતમાં દાખલ કરાયેલી પેટન્ટની સંખ્યા વધુ છે, જેમાંથી લગભગ 60% સ્થાનિક ભંડોળમાંથી છે.
આ વખતે QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સૌથી વધુ ભારતીય યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

–દેશમાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે રસ વધી રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે ભારતના પ્રયાસોને કારણે 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યુ છે જેનાથી આ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને ઘણી તકો મળી છે.
જેમ જેમ શારીરિક સ્વાસ્થ્યમાં રસ વધી રહ્યો છે તેમ તેમ આ ક્ષેત્ર સાથે સંબંધિત કોચ અને ટ્રેનર્સની માંગ પણ વધી રહી છે. તેમણે કહ્યું કે આજે શારીરિક સ્વાસ્થ્ય અને વધુ સારા સ્વાસ્થ્ય વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની સાથે જોડાયેલ બીજું મહત્વનું પાસું માનસિક સ્વાસ્થ્ય છે.

સેલિબ્રિટીઓએ ફિટનેસ પર તેમના અભિપ્રાય શેર કર્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌરે તેમને કહ્યું કે નિયમિત કસરત અને 7 કલાકની સંપૂર્ણ ઊંઘ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફિટ રહેવામાં મદદ કરે છે.
આ માટે ઘણી શિસ્ત અને સુસંગતતાની જરૂર પડશે.
જ્યારે તમે પરિણામ મેળવવાનું શરૂ કરો છો, ત્યારે તમે દરરોજ તમારી જાતને કસરત કરવાનું શરૂ કરશો. હરમનપ્રીતે શરીર માટે વધુ સારા આહાર વિશે પણ વાત કરી.

મન કી બાત કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે કહ્યું હતું કે આપણી ફિટનેસ માટે શું સારું છે અને શું ખરાબ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારી જીવનશૈલીને ડોક્ટરોની સલાહ પર બદલો, ફિલ્મ સ્ટારના શરીરને જોઈને નહીં.
તેણે કહ્યું કે તમે જે રીતે જુઓ છો તેને ખુશીથી સ્વીકારો,આજ પછી ફિલ્ટર લાઈફ ન જીવો, ફિટર લાઈફ જીવો.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાને કહ્યું કે કાશી-તમિલ સંગમમાં ભાગ લેવા માટે હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા.
ત્યાં મેં તે લોકો સાથે વાતચીત કરવા માટે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ ભાશિનીનો જાહેરમાં ઉપયોગ કર્યો.
હું સ્ટેજ પરથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો, પરંતુ એઆઈ ટૂલ ભાશિનીના કારણે ત્યાં હાજર તમિલનાડુના લોકો તે જ સમયે તમિલ ભાષામાં મારું સંબોધન સાંભળી રહ્યા હતા.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માંગુ છું.
આ ગામે પોતાના બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખી પહેલ કરી છે. આ શાળા શરૂ કરનાર અરવિંદ ઉરાંનું કહેવું છે કે આદિવાસી બાળકોને અંગ્રેજી ભાષામાં મુશ્કેલી પડતી હતી, તેથી તેમણે ગામડાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાનું શરૂ કર્યું.

પીએમે વીરા મંગાઈને યાદ કર્યા

પીએમ મોદીએ કહ્યું કે રાણી વેલુ નાચિયારનું નામ દેશની અનેક મહાન હસ્તીઓમાંથી એક છે જેમણે વિદેશી શાસન સામે લડત આપી હતી. તેમણે કહ્યું કે તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો આજે પણ તેમને વીરા મંગાઈ એટલે કે બહાદુર મહિલાના નામથી યાદ કરે છે.
રાણી વેલુ નાચિયારે જે બહાદુરીથી અંગ્રેજો સામે લડત આપી અને તેણે જે બહાદુરી બતાવી તે ખૂબ જ પ્રેરણાદાયી છે.
આમ,પીએમ મોદીએ 2023ના આ વર્ષના અંતિમ રેડિયો પ્રોગામમાં દેશવાસીઓ સાથે ઘણા અનુભવો શેર કર્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.