બંગાળ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું, ઝારખંડ સામેની મેચ ડ્રો

બંગાળના રમતગમત પ્રધાન મનોજ તિવારીએ શુક્રવારે 88 વર્ષમાં રણજી ટ્રોફીમાં બીજું કોઈ ન કરી શકે તેવી સિદ્ધિ હાંસલ કરી, રાજ્યના રમત પ્રધાન તરીકે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. બંગાળે ઝારખંડ સામે પ્રથમ દાવની જંગી લીડના આધારે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

પાંચમા દિવસની રમત એક ઔપચારિકતા હતી, તિવારીએ 136 રન બનાવ્યા હતા
પાંચમા દિવસની રમત માત્ર એક ઔપચારિકતા હતી જેમાં તિવારીએ 136 રન બનાવ્યા હતા. પોતાના ક્ષેત્ર સંબંધિત ફાઈલો પર હસ્તાક્ષર કરવાની સાથે, તિવારીએ મેદાન પર તેની બેટિંગ શૈલી દર્શાવી, તેણે તેની ઇનિંગમાં 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. શાહબાઝ અહેમદે 46, અનુસ્તુપ મજુમદારે 38 અને અભિષેક પોરેલે 34 રન બનાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓએ પ્રથમ દાવમાં પણ મોટો સ્કોર બનાવ્યો હતો.

એકતરફી ક્વાર્ટર ફાઈનલ મેચ
એકતરફી ક્વાર્ટર ફાઈનલમાં, બંગાળે પ્રથમ દાવમાં સાત વિકેટે 773 રન બનાવ્યા હતા અને તેના નવ બેટ્સમેનોએ અર્ધસદી ફટકારીને પ્રથમ શ્રેણી ક્રિકેટના 250 વર્ષના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઝારખંડ તરફથી શાહબાઝ નદીમે 59 રનમાં પાંચ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં વિરાટ સિંહે 136 રન બનાવ્યા હતા.