લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલાં પક્ષના બેંક ખાતા ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસે આજે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા અને રાહુલ ગાંધી પણ હાજર હતા.
તેઓએ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અને ચૂંટણી દાનના મુદ્દે
ખડગે, સોનિયા, અજય માકનથી લઈને રાહુલ સુધી તમામે મોદી સરકારને ઘેરી હતી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
અમે કોઈ પ્રચાર કરી શકતા નથી, અમે અમારા કાર્યકરોને સમર્થન આપી શકતા નથી, અમે અમારા ઉમેદવારોને સમર્થન આપી શકતા નથી. એરોપ્લેનની વાત તો છોડો, રેલ્વે મુસાફરીની ટિકિટ પણ ખરીદી શકતા નથી.
આ ચૂંટણીના બે મહિના પહેલા કરવામાં આવ્યું છે.
એક નોટિસ 90ના દાયકાની આવી, બીજી 6-7 વર્ષ પહેલાંની છે કુલ રકમ 14 લાખ રૂપિયા છે અને ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી.
અહીં લોકશાહી નથી પહેલેથી જ અમારી ચૂંટણી લડવાની ક્ષમતાને નુકસાન થઈ રહ્યું છે,અમે પહેલેથી જ એક મહિનો ગુમાવ્યો છે.
રાહુલે કહ્યું કે આ કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવવાની કાર્યવાહી છે અને તેવું વડાપ્રધાન અને ગૃહમંત્રી કરી રહ્યા છે.
ભારત લોકશાહી છે એ વાતજ ખોટી છે,ભારતમાં આજે લોકશાહી રહી નથી.
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તે વાત ખોટી છે.
ભારતના 20% લોકો અમને મત આપે છે અને અત્યારે અમે કંઈપણ માટે 2 રૂપિયા ચૂકવી શકતા નથી. આ અમને ચૂંટણીમાં નબળા પાડવા કરવામાં આવ્યું છે, ભારતીય લોકતંત્રને ઘણું નુકસાન થયું છે.
અગાઉ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. લોકશાહી માટે એ મહત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય. તમામ રાજકીય પક્ષોને ચૂંટણીમાં સમાન તકો પૂરી પાડવી જોઈએ. ED, IT અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પર કોઈનું નિયંત્રણ હોવું જોઈએ નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ઈલેક્ટોરલ બોન્ડના ડેટા સાર્વજનિક થઈ ગયા છે, જેનાથી દેશની છબી ખરાબ થઈ છે.
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા છે.
વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં અબજો રૂપિયા ભરી લીધા અને બીજી તરફ ષડયંત્રના ભાગરૂપે મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેથી નાણાંના અભાવે તેમને ચૂંટણી લડવાની સમાન તકો ન મળે.
શાસક પક્ષ દ્વારા આ એક ખતરનાક રમત છે, જેની દૂરગામી અસરો થશે. જો આ દેશમાં લોકશાહી બચાવવી હોય તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જરૂરી છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હું એ નથી કહેવા માંગતો કે ભાજપે કેટલીક કંપનીઓ પાસેથી પૈસા કેવી રીતે લીધા? સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરી રહી હોવાથી મને આશા છે કે ટૂંક સમયમાં સત્ય આપણી સામે આવશે. હું બંધારણીય સંસ્થાઓને અપીલ કરું છું કે જો તેઓ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છતા હોય તો તેઓ અમને તેમના બેંક ખાતાનો ઉપયોગ કરવા દે. અમને અમારા પૈસા મુક્તપણે ઍક્સેસ કરવાની છૂટ હોવી જોઈએ. કોઈપણ રાજકીય પક્ષ આવકવેરાના દાયરામાં નથી આવતો. તેમ છતાં અમારા પર આવા સ્ક્રૂ કડક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સરકારને આડે હાથ લેતા કહ્યું કે આ મુદ્દો માત્ર કોંગ્રેસને જ અસર નથી કરી રહ્યો, પરંતુ તે આપણા લોકતંત્રને પણ મૂળભૂત રીતે અસર કરે છે.
વડાપ્રધાન સતત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આર્થિક રીતે નબળી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાર્ટીના ખાતામાં જનતા પાસેથી પૈસા ભેગા થયા છે.
અમારા ખાતામાંથી બળજબરીથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે.
જો કે, આ તમામ પડકારજનક સંજોગોમાં પણ અમે અમારા ચૂંટણી પ્રચારને જોરશોરથી આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક તરફ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો છે, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો છે. ઈલેક્ટોરલ બોન્ડથી ભાજપને મોટો ફાયદો થયો છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસની આર્થિક સ્થિતિ નબળી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
અમે બધા માનીએ છીએ કે આ અલોકતાંત્રિક છે
આ મામલે કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને કહ્યું કે આ માત્ર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના ખાતા પર હુમલો નથી, પરંતુ ભારતમાં લોકશાહી પર પણ હુમલો છે. દરેક રાજકીય પક્ષોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે, તો પછી કોંગ્રેસને શા માટે દંડ કરવામાં આવે છે અને તે પણ ચૂંટણી પહેલા? સજા એટલી હતી કે કોંગ્રેસ પર .07% અનિયમિતતા માટે 106% દંડ લાદવામાં આવ્યો હતો. અમારા બેંક ખાતામાંથી 115 કરોડ રૂપિયા I-T અને સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.