પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શૂટર્સ હત્યાને અંજામ આપ્યા બાદ જશ્ન મનાવી હથિયારોની શો બાજી કરી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાને ગોળી મારનારા શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. શૂટરની સાથે તેના વધુ એક સાથીની પોલીસે ધરપકડ કરી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શૂટર્સ હત્યાને અંજામ આપ્યા બાદ જશ્ન મનાવતા હાથમાં પિસ્તોલને લહેરાવતા જોવા મળે છે.
વીડિયોમાં કાર ચલાવતા દેખાતા વ્યક્તિનું નામ કપિલ પંડિત છે. તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું નામ પ્રિયવ્રત ફૌજી છે. પાછળ ડાબી બાજુ બેઠેલા વ્યક્તિનું નામ સચિન ભિવાની છે અને વચ્ચે બેઠેલાનું નામ અંકિત સિરસા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત સિરસાએ સિદ્ધુ મૂસેવાલા પર બંને હાથ વડે ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા હાલમાં સાડા અઢાર વર્ષનો છે.
સિદ્ધૂ મૂસેવાલાના હત્યારાઓને પકડ્યા
પોલીસ મુજબ, અંકિત સિરસાએ નજીકથી સિદ્ધૂ મૂસેવાલા પર ગોળી ચલાવી હતી. પ્રિયવ્રત ફોજીની સાથે અંકિત તેની કારમાં હતો. શરૂઆતમાં અંકિત અને ફોજી બંને એકસાથે ભાગ્યા હતા. પોલીસે પ્રિયવ્રતની પહેલા જ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી સચિન ભિવાની સિદ્ધૂ મૂસેવાલા મામલે ચાર શૂટરોને આશ્રય આપવા માટે જવાબદાર હતો. પોલીસે જણાવ્યું કે સચિન ભિવાની રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનુ આખુ કામ સંભાળતો હતો.