જે શોપમાં દિકરી કામ કરતી હતી ત્યાં ગુપચુપ રિતે પહોંચી પિતાએ દિકરીને ચોંકાવી દીધી, બંને વચ્ચેની ભાવુક ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
દિકરીની ગ્રેજ્યુએશન સેરેમનીમાં પહોંચવા માટે પિતાએ સરપ્રાઇઝ મુલાકાત કરી
કેનેડામાં રહેતી એક ભારતીય યુવતીની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેને અચાનક તેના પિતા તેની સામે મળી ગયા. હ્રદય સ્પર્શી આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતી સ્ટુડન્ટ શ્રુત્વા દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેના પિતાએ તેના ગ્રેજ્યુએશન પહેલા તેને આશ્ચર્યચકિત કરવા માટે આ અદ્ભુત કામ કર્યું છે. તેણે જણાવ્યું કે તેના પિતા તેની સાથે થોડો સમય વિતાવવા માટે ભારતથી કેનેડા ગયા હતા.
શ્રૃત્વા દેસાઈએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું જ્યારે મારા પિતાએ ભારતથી કેનેડા પહોંચીને મને આશ્ચર્યચકિત કરી દીધી ! તે સૌથી અવિશ્વસનીય ક્ષણ હતી જે હું હંમેશા યાદ રાખીશ. જ્યારે મારા પિતા દરવાજામાંથી આવ્યા, ત્યારે હું સંપૂર્ણપણે આઘાત પામી ગઇ હતી અને લાગણીથી ડૂબી ગઇ હતી. હું વિશ્વાસ કરી શકતી ન હતી કે તે મને જોવા માટે આટલે દૂર સુધી આવ્યા ! આવા પ્રેમાળ પિતા મેળવવા માટે હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું.
આ ઈમોશનલ વિડીયોમાં જોઈ શકાય છે કે પિતા ચુપચાપ તેની પુત્રી જ્યાં કામ કરે છે તે દુકાનમાં પ્રવેશ કરે છે, તેને જોઈને ખુશીથી છવાઈ ગયેલી પુત્રી મોઢું છુપાવીને રડવા લાગે છે. શ્રૃત્વા દેસાઈએ આ મહિનાની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કર્યો હતો અને ત્યારથી આ વિડિયોએ 1.6 મિલિયનથી વધુ વ્યૂઝ અને 202,268થી વધુ લાઈક્સ એકત્રિત ચૂક્યો છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓ વીડિયો પર અનેક કોમેન્ટ કરી છે. આ વીડિયો તેણે પોતાના યુટ્યુબ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.
એક યુઝરે લખ્યું, ‘કેટલો અવિશ્વસનીય વીડિયો છે. હું રડવા લાગ્યો; મારા આંસુ કાબુમાં ન રહી શક્યા. એવું લાગ્યું કે અહીં હું પિતા છું અને તે મારી પુત્રી છે. ભગવાન તમને બંનેને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેં મારા જીવનમાં આનાથી વધુ સુંદર કંઈ જોયું નથી.’