ટેકનોલોજી ક્ષેત્રમાં મોટું નામ ગણાતા એલોન મસ્કે વોટ્સએપ યુઝર્સને ચેતવણી આપી છે અને કહ્યું કે તમારો અંગત ડેટા લીક થઈ શકે છે તેઓએ વોટ્સએપ ઉપર ગંભીર આરોપ લગાવતા વોટ્સએપ યુઝર્સને કહ્યું કે કંપની દરરોજ રાત્રે તેમનો ડેટા વેચી રહી છે પરિણામે યુઝરનો ડેટા જોખમમાં છે.
તેમણે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

વોટ્સએપ મેસેજિંગ એપ ફરી એકવાર સમાચારોમાં છે.

આ વખતે એલોન મસ્કે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેના પછી ઘણા વપરાશકર્તાઓમાં તેમના ડેટાને લઈને ચિંતા પ્રસરી છે.
વાસ્તવમાં, વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક એલોન મસ્કે વોટ્સએપ પર રોજ રાત્રે યુઝર્સના ડેટા ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવ્યો છે.

એક્સ પ્લેટફોર્મ ઉપર એક યુઝર્સ કે જે ટ્વીટરના પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે તેઓએ પોસ્ટ કર્યું કે તેમાં 12 કલાકની ન્યૂઝ રીકેપ હતી જેમાં 9 નંબર પર લખવામાં આવ્યું હતું કે WhatsApp રાત્રે યુઝર ડેટા એક્સપોર્ટ કરે છે, જેનું વિશ્લેષણ કરીને તેનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે.
જ્યાં વપરાશકર્તાઓનો ઉપયોગ ગ્રાહકો તરીકે નહીં પરંતુ ઉત્પાદનો તરીકે થાય છે.

ઈલોન મસ્કે આ પોસ્ટને ફરીથી શેર કરીને કહ્યું કે WhatsApp દરરોજ રાત્રે ડેટા શેર કરે છે અને ઘણા લોકો હજુ પણ તેને સુરક્ષિત માને છે.