વડાપ્રધાન સહિત દિગ્ગજ નેતા રહેશે હાજર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે
છત્તીસગઢના આદિવાસી નેતા વિષ્ણુદેવ સાંઈ આજે એટલે કે તક.13મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના ચોથા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આજે બુધવારે બપોરે 2 વાગ્યે રાયપુરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
રાજધાની રાયપુરમાં સાયન્સ કોલેજના મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ શકે છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીના આગમન માટે પૂરતી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં એક એડીજી સ્તરના અધિકારી અને ચાર આઈજી સ્તરના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કાર્યક્રમની સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
માનવામાં આવે છે કે મુખ્યમંત્રીની સાથે બે ડેપ્યુટી સીએમ સહિત કેબિનેટ પણ શપથ લઈ શકે છે. કેબિનેટને લઈને મંથન ચાલી રહ્યું છે. રાજ્યની જનતા પણ આની રાહ જોઈ રહી છે, જોકે કેબિનેટ સભ્યોને લઈને મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નીતિન નબીન અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સમારોહમાં હાજરી આપશે.