આણંદનો વિશયે અંતિમ પરીક્ષામાં નાપાસ થવાને પગલે આત્મહત્યા કરી હોઈ શકે
નમસ્કાર ગુજરાત ન્યુઝ
ઉજળા ભવિષ્યની આશા રાખી માતાપિતા પોતાના વ્હાલસોયાને વિદેશ મોકલતા હોય છે. જોકે ઘણીવાર તેમની આ ફરજ કે આશાઓનું પરિણામ ક્યારેક ઘાતક નીવડે છે. વિદેશમાં ભણવાની સાથે પોતાનાં ખર્ચા ઉપરાંત આગામી ઇન્ટેકની ટ્યુશન ફીનું મેનેજમેન્ટ ઘણીવાર બોજ બની જાય છે. કેનેડામાં છેલ્લાં ત્રણ મહિનામાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. જેમાં ગત સપ્તાહે મેનિટોબાના બ્રેન્ડનમાં મોતને ભેટેલા વિશય પટેલના કેસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
પરીક્ષામાં નાપાસ થવાના કારણે વીશયે આત્મહત્યા કરી હોવાનું કેનેડિયન ગુજરાતી સમૂદાય માની રહી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે એવું લાગે છે કે તે તેની અંતિમ પરીક્ષાઓમાં 2 વિષયમાં નાપાસ થયો હતો, જેણે જૂનમાં નિર્ધારિત કલોઝિંગ સેશન અથવા ગ્રેજ્યુએશન સમારોહમાં તેની સહભાગિતાને અટકાવી દીધી હતી.” “વિશય લગભગ ત્રણ વર્ષ પહેલા સ્નાતકની ડિગ્રી મેળવવા માટે કેનેડા આવ્યો હતો અને તે અસિનીબોઈન કોમ્યુનિટી કોલેજનો વિદ્યાર્થી હતો. તે આ સમયગાળા દરમિયાન બ્રેન્ડન શહેરમાં તેના કાકાના પરિવાર સાથે રહેતો હતો. જયારે તેના તેના માતાપિતા તથા પરિવારજનો આણંદમાં રહેતા હતા.
15 જૂને ગાયબ થયો હતો વિશય
પોલિસે જણાવ્યું હતું કે પરિવાર યુવકની સુરક્ષા માટે ચિંતિત છે 15 જૂને વિશય પટેલના પરિવારજનોએ સવારે 10 વાગ્યાના થોડા સમય બાદ પોલીસને તેના ગુમ થયાની જાણ કરી હતી. તે છેલ્લે 2012ના ગ્રે હોન્ડા સિવિકમાં તેના ઘરેથી નીકળતા હોમ વીડિયો સર્વેલન્સ કેમેરામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 18મી જૂને તેની લાશ નદીમાં મળી હતી.
અગાઉ 2 ગુજરાતી વિદ્યાર્થિના થાય હતા મોત
આ પહેલા ભાવનગરના Dysp નો પુત્ર આયુષ ડાખરા ગુમ થયો હતો અને થોડા દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સીદસર ગામનો મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. આ પહેલા ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં પણ આ જ યોર્ક યુનિવર્સિટીમાં ભણતા ગુજરાત યુવકનો મૃતદેહ મળ્યો હતો. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો મૂળ અમદાવાદનો ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થયો ગયો હતો. આ બાદ ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરતા તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ 19 એપ્રિલના રોજ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો અને લાંબી શોધખોળ બાદ ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.