હૈદરાબાદના સૂચિતની બોલિંગમાં થયો આઉટ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
માંડ ફોર્મમાં પરત ફરેલા વિરાટ કોહલીને આજે ફરીથી નિરાશા હાથ લાગી છે. આઈપીએલની આ સિઝનમાં વિરાટ કોહલી વધુ એક વખત ગોલ્ડન ડકનો શિકાર થયો છે અને મેચના પહેલા જ બોલે કોહલી સનરાઈઝર્સ હૈદરાબાદનાં સુચિતની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. બેંગ્લોરના બેટિંગ કોચ સંજય બાગરે વિરાટ કોહલીને ડ્રેસિંગ રૂમમાં સાંત્વના આપી હતી.

RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. વિરાટ પહેલા બોલ પર જ આઉટ થતા સુનીલ ગાવસ્કર લાઈવ મેચની કોમેન્ટરી દરમિયાન ચોંકી ગયા હતા. સુચિતના ફુલર બોલ પર વિરાટ ફ્લિક કરવા જતા SRHના કેપ્ટન વિલિયમ્સનને કેચ આપી બેઠો હતો.