BCCIમાં ચર્ચા, શું બંને એકબીજાની કેપ્ટનશિપમાં રમવા નથી માંગતા?

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સતત ચર્ચામાં છે અને ભારત માટે ટેન્શન સતત વધી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ હવે વિરાટ કોહલીએ વનડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ત્યારે થયું છે જ્યારે BCCIએ વિરાટ કોહલીને ODIની કેપ્ટનશીપથી હટાવી દીધો છે.

અહેવાલો અનુસાર, વિરાટ કોહલી પણ ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ કોહલીએ બોર્ડને જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ તેની પુત્રી વામિકાની પ્રથમ જન્મદિવસ છે અને તે તેને તેના પરિવાર સાથે ઉજવવા માંગે છે. કારણ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી રમાશે અને તે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ હશે, તેથી આ ટેસ્ટ બાદ વિરાટ ODI સીરિઝ દરમિયાન પરિવાર સાથે સમય વિતાવી શકશે.

વિરાટ કોહલીને સુકાનીપદેથી હટાવ્યા બાદ અને રોહિત શર્માને કમાન સોંપવામાં આવ્યા બાદ આવા સમાચાર આવવા એ ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સંકેત નથી. બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ વિરાટ પાસેથી કેપ્ટનશીપ પરત લેવાનું કારણ જણાવ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટને ટી-20ની કેપ્ટન્સી છોડવાની મનાઈ કરવામાં આવી હતી પરંતુ તે માનતો ન હતો. જે પછી પસંદગીકારો અને બોર્ડે સાથે મળીને નિર્ણય લીધો કે મર્યાદિત ઓવરની ક્રિકેટમાં અલગ-અલગ કેપ્ટન રાખી શકાય નહીં, તેથી રોહિતને T20 અને ODIની કેપ્ટનશિપ સોંપવામાં આવી.

રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે
તમને જણાવી દઈએ કે ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન વિરાટ કોહલી પહેલા રોહિત શર્મા હેમસ્ટ્રિંગમાં તણાવને કારણે 3 અઠવાડિયાથી મેદાનથી દૂર છે. રોહિત શર્માની જગ્યાએ ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.