એજબેસ્ટનની બીજી ઇનિંગમાં પણ વિરાટ કોહલી ફ્લોપ, બાર્મી આર્મીએ વિરાટ કોહલી વિરુદ્ધ ‘ચીરિયો-ચીરિયો’ ના નારા લગાવ્યા
કોહલીએ પ્રથમ દાવમાં 11 રન બનાવ્યા હતા જ્યારે તે બીજી ઇનિંગમાં 20 રન બનાવ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જારી રહ્યું હતું. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં 11 રન બનાવ્યા હતા જ્યારે તે બીજી ઇનિંગમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, ઇંગ્લેન્ડની બાર્મી આર્મીએ વિરાટ કોહલીને નિશાને લીધો અને તેની વિરુદ્ધ ‘ચીરિયો-ચીરિયો’ ના નારા લગાવ્યાહતા.
કોહલીને ચીઢવતો વીડિયો વાયરલ
વિરાટ કોહલીને નિશાન બનાવતા બાર્મી આર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાર્મી આર્મીએ વિરાટ કોહલી વિરુદ્ધ ચીયરિયોના નારા લગાવ્યા હતા. તેનો અર્થ એક રીતે ગુડબાય કહેવાનો છે. જોકે, વિરાટ કોહલી અને બાર્મી આર્મી વચ્ચે ખાટા અને મીઠા સંબંધો રહ્યા છે. બાર્મી આર્મીએ 2017-18માં વિરાટ કોહલીને બેસ્ટ ઈન્ટરનેશનલ પ્લેયરના એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. પરંતુ આ પહેલા પણ બાર્મી આર્મી ઘણી વખત વિરાટ કોહલીને નિશાન બનાવી ચૂકી છે.
ભારત પાસે સિરીઝ જીતવાની તક
તમને જણાવી દઈએ કે બીજી ઈનિંગમાં વિરાટ કોહલીને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ખૂબ જ શાનદાર બોલ પર આઉટ કર્યો હતો. નસીબે પણ વિરાટનો સાથ ન આપ્યો. બોલ બેટની બહારની કિનારી સાથે વિકેટકીપર સેમ બિલિંગ્સ સુધી પહોંચ્યો, પરંતુ તેના ગ્લોવ્સ બોલને નિયંત્રણમાં રાખી શક્યા નહીં. જો કે જો રૂટે ચપળતા બતાવતા બોલ જમીન પર પડે તે પહેલા જ કેચ કરી લીધો હતો.