વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરમાં આ 28મી સદીમી સદી નોંધાવી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અમદાવાદ ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરી લીધી છે. વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરમાં આ 28મી સદી છે. આ સાથે, તેણે લગભગ 3 વર્ષની લાંબી રાહનો અંત કર્યો છે, કોહલીના બેટમાંથી છેલ્લી ટેસ્ટ સદી 2019 માં નીકળી હતી. ઓસ્ટ્રેલિયા સામે જ્યારે ટીમ ઈન્ડિયાને તેના શાનદાર પ્રદર્શનની જરૂર હતી, ત્યારે કોહલીએ સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
વિરાટ કોહલીએ છેલ્લે 22 નવેમ્બર 2019ના રોજ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે તેણે બાંગ્લાદેશ સામે 136 રનની ઇનિંગ રમી હતી. એટલે કે કુલ 1205 દિવસ બાદ વિરાટ કોહલીએ બેટથી ટેસ્ટ સદી ફટકારી છે, ટી20 અને વનડે બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટમાં પણ સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
છેલ્લી સદીથી, વિરાટ કોહલીએ 24 ટેસ્ટ રમી છે, જે દરમિયાન તેના બેટમાંથી માત્ર 28.20ની એવરેજથી રન આવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 41 ઇનિંગ્સમાં 1128 રન બનાવ્યા જેમાં એકપણ સદી સામેલ નહોતી. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર 5 અડધી સદી નીકળી છે. એટલે કે 42મી ઇનિંગ્સમાં વિરાટ કોહલીના બેટમાંથી સદી નીકળી છે.
જાણો વિરાટ કોહલીએ સદી સાથે કયો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી
108 મેચ, 183 ઇનિંગ્સ, 8330 રન, 48.71 એવરેજ, 28 સદી
22 નવેમ્બર 2019 થી 12 માર્ચ 2023 સુધીનો ટેસ્ટ રેકોર્ડ
24 મેચ, 42 ઇનિંગ્સ, 1128 રન, 28.20 એવરેજ, 1 સદી (ચાલુ)
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી
• સચિન તેંડુલકર – 200 મેચ, 51 સદી
• રાહુલ દ્રવિડ – 163 મેચ, 36 સદી
• સુનીલ ગાવસ્કર – 125 મેચ, 34 સદી
• વિરાટ કોહલી – 108 મેચ, 28 સદી
ફેબ 4માં ટેસ્ટ સદીનો રેકોર્ડ-
• વિરાટ કોહલી – 108 મેચ, 28 સદી
• જો રૂટ – 129 મેચ, 29 સદી
• સ્ટીવ સ્મિથ – 96 મેચ, 30 સદી
• કેન વિલિયમસન – 93 મેચ, 26 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
સચિન તેંડુલકર – 664 મેચ, 100 સદી
વિરાટ કોહલી – 494 મેચ, 75 સદી
રિકી પોન્ટિંગ – 560 મેચ, 71 સદી
વિરાટ કોહલીની સૌથી ધીમી ટેસ્ટ સદી
289 બોલ વિ. ઈંગ્લેન્ડ, નાગપુર 2012
241 બોલ વિ ઓસ્ટ્રેલિયા, અમદાવાદ 2023
214 બોલમાં ઓસ્ટ્રેલિયા, પર્થ 2018
વિરાટ કોહલીની કુલ સદી
• ટેસ્ટ ક્રિકેટ – 28 સદી
• ODI ક્રિકેટ – 46 સદી
• T-20 ક્રિકેટ – 01 સદી