તમારા ફોન પર અચાનક એક મેસેજ આવશે અને તમે જેવા ઝાંસામાં આવ્યા કે પૈસા ગુમાવવા પડશે

ફાઇલ તસવીર

Hi Mum, સ્કેમથી અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન્સે 2 મિલિયનથી વધુ ડોલર ગુમાવ્યા

એક દિકરીની માતાએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેણીને $11,000ની છેતરપિંડીનું શિકાર બનવું પડ્યું, તેની પુત્રી મદદ માગતી હતી અને હડબડાહટમાં તેણીએ તુરંત પૈસા ટ્રાન્સફર કર્યા અને સ્કેમર્સનો શિકાર બન્યા. NSW/વિક્ટોરિયન બોર્ડર પર રહેતી નીના મેરિલિસે કહ્યું કે તે કામમાં વ્યસ્ત હતી જ્યારે તેને WhatsApp દ્વારા મેસેજ મળ્યો કે : “હાય મમ, મારો ફોન તૂટી ગયો છે, આ મારો નવો નંબર છે”.

મેરીલીસે કહ્યું કે ન્યુઝીલેન્ડમાં રહેતી તેની પુત્રી તરફથી આ કોઈ અસામાન્ય સંદેશો ન હતો. “પછીનો ટેક્સ્ટ મેસેજ આવ્યો: ‘બસ વિચારી રહી છું કે શું તમે મને મદદ કરી શકશો?’ અને મેં કહ્યું: ‘હા ચોક્કસ, ‘ કારણ કે તે પણ સામાન્ય મેસેજ ન હતો.”

મેરિલીસને કહેવામાં આવ્યું હતું કે આ પૈસા તેની પુત્રીના નવા ફોનની ચૂકવણી માટે છે અને તેનો ફોન હજી ઇન્સ્ટોલ થઈ રહ્યો હતો અને તેની પાસે તેના નવા ફોનમાં બેંકિંગ એપ્લિકેશન નથી. તેણીએ કહ્યું કે “મને અન્ય માતાપિતા વિશે ખાતરી નથી, પરંતુ અમે ઘણીવાર અમારા બાળકો માટે ચૂકવણી કરીએ છીએ અને તેઓ હંમેશા અમને તરત જ પાછા ચૂકવે છે,”

તે સમયે બે બાળકોની માતાએ એક એપ દ્વારા $3450ની, પછી એક $3800ની અને બીજી $4350ની ચૂકવણી કરતી હતી. ત્રણ ચૂકવણી કર્યા પછી, મેરિલિસે તેણીની પુત્રીને ઇમેઇલ કર્યો કે તેણીએ ચુકવણી તો કરી દીધી છે પરંતુ ટ્રાન્ઝેક્શનને પગલે થોડી અસ્વસ્થતા અનુભવે છે.

ઇમેઇલ બાદ તેણે કહ્યું કે તેની પુત્રીએ તેને તરત જ તેના જૂના નંબર પર ફોન કર્યો હતો. “જેમ જ મેં તે નંબર જોયો કે તરત જ મને ખબર પડી કે મારી સાથે $11,600 ની છેતરપિંડી કરવામાં આવી છે. મેરીલીસે કહ્યું કે જ્યારે તેણીની બેંક અને પોલીસ મદદ કરી રહી છે, પરંતુ તેઓ હજુ સુધી પૈસા પાછા મેળવવામાં સક્ષમ નથી.

ઓસ્ટ્રેલિયનોને વિશ્વાસપાત્ર ‘હાય મમ’ કૌભાંડ વિશે ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રકારે ઘણાં દેશોમાં કૌભાંડ થઇ રહ્યા છે અને તેનાથી સાવચેત રહેવું જોઇએ. પોતાના બાળકના આ પ્રકારના મેસેજથી અસ્વસ્થતા જરૂર થઇ જવાય પરંતુ ચકાસણી વિના કોઇ ચુકવણી ન કરવી એ જ હિતાવહ છે.