પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર તેની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે આપ્યા છે. મિતાલીએ જણાવ્યું કે સોમવાર, 18 જુલાઈની સાંજે ભૂપિન્દર સિંહે અંતિમ શ્વાસ લીધા.

 Bhupinder Sinh, Bollywood Singer, Gazal Singer, Passes Away, ભૂપિંદર સિંહ,

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર તેની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે આપ્યા છે. મિતાલીએ જણાવ્યું કે, સોમવાર, 18 જુલાઈની સાંજે ભૂપિન્દર સિંહે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ભૂપિન્દરની વિદાય બાદ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મિતાલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભૂપિન્દર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો હતો. તેણે કહ્યું, ‘તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. પેશાબની સમસ્યાઓ પણ આમાં સામેલ હતી. હાલ ભૂપિન્દર સિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભૂપિન્દરના મૃત્યુના સમાચારથી તેના ચાહકોમાં પણ નિરાશા છવાઈ ગઈ છે.

ભૂપિન્દર સિંહે મૌસમ, સત્તે પે સત્તા, આહિસ્તા આહિસ્તા, દૂરિયન અને હકીકત સાથે ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’, ‘પ્યાર હમે કિસ મોડ પે લે આયા’, ‘હુઝૂર ઈસ કદર’, ‘એક અકેલા ઈસ શહેર મેં’, ‘ઝિંદગી મિલકે બિતાયેંગે’, ‘બીટી ના બિતાયે રૈના’નો સમાવેશ થાય છે. ભૂપિન્દર સિંહનો જન્મ પંજાબ પ્રાંતના પટિયાલા રિયાસતમાં 8 એપ્રિલ,1939ના રોજ થયો હતો. તેમના પિતા પ્રોફેસર નત્થા સિંહ પંજાબી શીખ હતા. તેઓ ખૂબ જ સારા સંગીતકાર હતા.પિતાના કડક સ્વભાવને જોતા શરૂઆતના સમયમાં ભૂપિન્દરને સંગીત પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એક સમય એવો પણ હતો કે જ્યારે ભૂપિન્દરને સંગીત બિલકુલ પસંદ ન હતું.