કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમનારા અર્જુન હોયસલા દ્વારા વેદા કૃષ્ણમૂર્તિને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, વેદા કૃષ્ણમૂર્તિ, અર્જુન હોયસલા, vedakrishnamurthy, 
arjun hoysala,Marriage Proposal, Cricket News,

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં T20 શ્રેણી રમી રહી છે. આ દરમિયાન મહિલા ટીમની સ્ટાર ખેલાડી વેદા કૃષ્ણમૂર્તિએ તેના ચાહકોને ચોંકાવી દીધા છે, વેદાએ સગાઈની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે ફેન્સને આ અંગે જાણકારી આપી હતી.

કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમનારા અર્જુન હોયસલા દ્વારા વેદા કૃષ્ણમૂર્તિને લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના જવાબમાં વેદાએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. અર્જુને પર્વતોની વચ્ચે જઈને વેદાને રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝ પછી બંનેએ એકબીજાને ગળે લાગ્યા હતા અને સાથે તસવીરો પણ ક્લિક કરી. મહિલા ટીમની અન્ય ખેલાડીઓએ વેદ કૃષ્ણમૂર્તિને જીવનના આ નવા તબક્કા માટે અભિનંદન પાઠવ્યા હતા. ચાહકોને બંનેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી છે.

તમને જણાવી દઈએ કે વેદા કૃષ્ણમૂર્તિએ ભારત માટે 48 ODI રમી છે, જેમાં તેના નામે 829 રન છે. જ્યારે 76 ટી20 મેચમાં તેણે 875 રન બનાવ્યા છે. 29 વર્ષીય વેદા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહી છે.

અર્જુન વિશે વાત કરીએ તો, તે ડાબોડી બેટ્સમેન છે, જેણે 2016માં કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તે શિવામોગ્ગા લાયન્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં સામેલ થઈ ગયો છે.