MP વરૂણ ગાંધી અને મેનકા ગાંધી ભાજપની રાષ્ટ્રીય સમિતિમાંથી બહાર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
છેલ્લા કેટલાક સમયથી વરૂણ ગાંધીને ભાજપમાં જાણે સાઇડલાઇન કરાયા છે અને તેમના માતા મેનેકા ગાંધીને તો મંત્રીમંડળમાંથી પણ પડતા મૂકવામાં આવ્યા છે. પીલીભીતના ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

ટિયારનું પણ પત્તું કટ, સિંધિયાને સ્થાન
ભાજપે ગુરુવારે પોતાની રાષ્ટ્રીય કારોબારી જાહેર કરી છે. આ વખતે મેનકા ગાંધી અને વરુણ ગાંધીને સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે વિનય કટિયારને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે બંગાળની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુન ચક્રવર્તીને પણ ભાજપ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વરૂણ ગાંધીને ભારે પડયું ટ્વિટ ?
પીલીભીતથી સાંસદ વરુણ ગાંધીએ બુધવારે પણ ઘટનાનો એક વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, લખીમપુરખીરીમાં ખેડૂતોને ગાડીથી કચડવાનો આ વીડિયો કોઈની પણ આત્માને હચમચાવી દે તેવો છે. પોલીસ આ વીડિયોને ધ્યાનમાં લઈને આ ગાડીના માલિક, તેમાં બેઠેલા લોકોની ઓળખ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરે.

રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ, ગુજરાતીઓની મોટી હાજરી

ભૂપેન્દ્રભાઈ પટેલ
પુરુષોત્તમ રુપાલા
મનસુખ માંડવિયા
ડૉ. ભારતીબેન શિયાળ
રમીલાબેન બારા
વિજયભાઈ રુપાણી
નીતિનભાઈ પટેલ
સી.આર પાટીલ
રત્નાકર