ઘટના સ્થળ પર પોલીસ કાફલો ખડકવામાં આવ્યો
વલસાડ નગરપાલિકાની ચાર બેઠકોની પાંચ વોર્ડની ચૂંટણી જાહેર થઇ છતાં નગરપાલિકા કામગીરી હાથ ધરવાના આરોપ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. વલસાડ
આજરોજ વલસાડ નગરપાલિકાના એન્જિનિયર સહિત નગરપાલિકાના કામદારો દ્વારા વલસાડ પારડીના વોર્ડ નંબર 2 તેમજ 5 માં ડ્રેનેજ લાઈનની સમસ્યા માટે પહોંચી હતી ત્યારે સ્થાનિકો અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે તૂ તૂ મેં મેં થતા નગરપાલિકાએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. વલસાડ શહેર પોલીસ પીઆઇ વી.ડી. મોરી સહિત ડી.સ્ટાફ નો કાફલો વલસાડ પારડી વિસ્તારમાં ધસી આવ્યો હતો અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વલસાડ પી.આઇ.વી.ડી.મોરી એ સ્થાનિકો સાથે ચર્ચા હતી અને નગરપાલિકાના એન્જિનિયર હિતેશ પટેલે સ્થાનિકોના પૂરતું કામ કરવાની હૈયા ધરપત આપતા મામલો થાળે પડ્યો હતો.
ચૂંટણી ટાંણે જ કેમ પાલિકાને કામ યાદ આવ્યું, રાજુ મરચાનો સવાલ
વલસાડ નગરપાલિકાના માજી સદસ્ય રાજુ મરચાંએ વલસાડ નગરપાલિકાએ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને વલસાડ નગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલા જ કામગીરી હાથ ધરવામાં આવતી હોવાની વાતો કરી હતી.