પાણી પૂરવઠા મંત્રી જીતુ ચૌધરીની વિધાનસભા બેઠકના ગ્રૂપમાં જ અશ્લીલતા ફેલાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.વલસાડ
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કપરાડા વિધાનસભા કપરાડા ભાજપ નામના વોટ્સએપ ગ્રુપમાં કોઈ શખ્સ દ્વારા અશ્લીલ ફોટો નાખવામાં આવતા ખળભળાટ મચ્યો છે. આ વોટ્સ અપ ગ્રુપમાં કપરાડા ભાજપના અનેક ઉચ્ચ હોદેદારો સામેલ છે, જેમાં હેમંત કંસારા, ગુલાબ ભાઈ રાઉત, કપરાડા ભાજપના સોશીયલ મીડિયાના ઇન્ચાર્જ સહિતના લોકો તતા પાણી પૂરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી પણ સામેલ છે.
ગ્રૂપમાં સામેલ મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ
ત્યારે ભાજપના વોટસઅપ ગ્રુપમાં યુવક દ્વારા અશ્લીલ વિડીયો મેસેજ જી આઈ એફ ફાઇલ મોકલતા અનેક લોકો તથા મહિલા સભ્યો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. શું ભાજપ પ્રમુખ અને સોશીયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને જ ભરવામાં આવ્યા છે તેવા આરોપ થવા લાગ્યા છે. જ્યાં રાત્રિ દરમ્યાન અનેક મહિલા હોદેદારો ભરેલા ગ્રુપમાં પણ અશ્લીલ મેસેજ મુકવામાં આવતા ખળભળાટ થયો છે. અચાનક આવા અશ્લીલ વિડીયો ઇમેજ સેન્ડ કરતા અનેક લોકો ફોન કરી ને એક બીજાને ફોન કરતા થઇ ગયા હતા. તો સમગ્ર બાબત ચર્ચા નો વિષય બની હતી ત્યારે હવે જોવાનું એ છે કે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ આવા સભ્યો પર શું એક્શન લે છે.