લોકસભાની ચૂંટણી અગાઉ વડોદરા ભાજપમાં સર્જાયેલા અસંતોષ વચ્ચે સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. રંજનબેન ભટ્ટને ભાજપ દ્વારા ત્રીજી ટર્મ માટે પણ વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપતા ભાજપમાં આંતરીક અસંતોષ ઊભો થયો હતો
ભાજપે રંજનબેન ભટ્ટને ત્રીજીવાર ટીકીટ આપતા વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાને નારાજગી વ્યક્ત કરી હતી અને કેતન ઇનામદારે રાજીનામુ આપવા અને પરત લેવા જેવા બનાવોએ સ્થાનિક રાજકીય માહોલ બગાડ્યો હતો ઉપરાંત
ભાજપે વડોદરાથી રંજનબહેન ભટ્ટને ટિકિટ આપતા જ વડોદરાનાં પૂર્વ મેયર અને પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિબહેન પંડ્યા એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યુ પરંતુ એ પહેલાં જ તેમને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી ભાજપે હઠાવી દીધા હતા.
આ ઘટનાથી નારાજ ડૉ. જ્યોતિબહેન પંડ્યાએ પોતેજ કહ્યું હતું કે “હું પક્ષમાંથી રાજીનામું આપું છું, મારો અંતરાત્મા મને હવે પક્ષમાં કામ કરવાની મંજૂરી આપતો નથી.”
રાજીનામું આપતી વખતે ભાજપનાં વરિષ્ઠ મહિલા નેતા જ્યોતિબહેન પંડ્યાએ એવું સ્પષ્ટ કહ્યું હતું કે તેમનો વિરોધ રંજનબહેન ભટ્ટને ફરીથી ટિકિટ આપવા સામે છે.
આ સિવાય વડોદરામાં અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા.
આ બધાની વચ્ચે હવે ખુદસાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.