સર્વત્ર મોદી-યોગીના લાગ્યા નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા બપોરે 2.53 કલાકે વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક નેતાઓ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. કાશીમાં પીએમ મોદીનું ગુલાબની પાંખડીઓથી સ્વાગત થયું હતું અને સર્વત્ર મોદી-યોગીની ગુંજ ઉઠી હતી.

કાશીમાં લોકો મોદીની ઝલક જોવા રસ્તા ભેગા થયા હતા
સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પીએમને આવકારશે.વારાણસીમાં શિવપુર વિસ્તારમાં ગિલાત બજાર ચોક પર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટ્યા હતા અને ઢોલ-નગારા સાથે એરપોર્ટના મુખ્ય ગેટ ઉપર સ્વાગત કરાયું હતું.


મહત્વનું છે કે કાશી યાત્રા દરમિયાન પીએમ મોદી કાશી તમિલ સંગમમનું ઉદ્ઘાટન કરશે, જે કાશી અને તમિલનાડુ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.
તેઓ ગંગાના કિનારેથી કન્યાકુમારીથી વારાણસી સુધીની વિશેષ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. બીજા દિવસે દિલ્હી-વારાણસી વંદે ભારત સહિત ચાર ટ્રેનો શરૂ કરાવશે.