અમેરિકાએ લાલ સમુદ્રમાં હુતી હુમલાના 12 ડ્રોન અને 5 મિસાઈલ તોડી પાડી છે. અમેરિકાનો દાવો છે કે ડ્રોન ઈરાન સમર્થિત હુથી દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. US સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ કહ્યું કે લાલ સમુદ્ર વિસ્તારમાં જહાજોને કોઈ નુકસાન થયું નથી.
હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

યુએસ સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, દક્ષિણ લાલ સમુદ્રમાં યુએસની કાર્યવાહીના પરિણામે 12 વન-ઑફ ડ્રોન, ત્રણ એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલો અને બે લેન્ડ-એટેક ક્રૂઝ મિસાઇલોને તોડી પાડવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં આઈઝનહોવર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપના યુએસએસ લેબૂન (DDG 58) અને F/A-18 સુપર હોર્નેટ્સ સામેલ હતા.