વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના અવસર પર ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
આજે હનુમાન જયંતિ છે અને તે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી હતી. પીએમે કહ્યું, “પવનપુત્રના આશીર્વાદ બધા પર રહે.”
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ પ્રતિમા હનુમાનજી ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ દેશભરમાં ચાર દિશામાં સ્થાપિત કરવામાં આવેલી ચાર પ્રતિમાઓમાંથી બીજી પ્રતિમા છે. મોરબીમાં બાપુ કેશવાનંદના આશ્રમમાં તેની સ્થાપના કરવામાં આવી છે. આ દેશની પશ્ચિમ બાજુએ સ્થાપિત પ્રતિમા છે. આ શ્રેણીની પ્રથમ પ્રતિમા 2010માં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી.નોંધનીય છે કે મોરબીમાં વિશાળ મૂર્તિનું નિર્માણ 2018માં શરૂ થયું હતું. તેની કિંમત 10 કરોડ રૂપિયા છે. વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે જ સમયે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ સ્થળ પર હાજર હતા.