વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારતને લોકશાહીની જનની ગણાવી. તેની સાથે જ તેમને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે પણ મુલાકાત કરી હતી.

બંને વચ્ચે કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જ, આતંકવાદ સહીત જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું.

દુનિયા સૌથી મોટી મહામારી સામે લડી રહી છે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતા કોરોના કાળમાં મોતને ભેટલે લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેમને કહ્યું હતું કે વિશ્વ હાલ અત્યારસુધીની સૌથી મોટી મહામારી સામે લડી રહ્યું છે.

ભારત લોકશાહીની જનની: મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ભારત લોકશાહીની જનની છે અને હું તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે આ વર્ષે 15 ઓગસ્ટ ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો. અમારી વિવિધતા અમારા મજબૂત લોકશાહીની ઓળખ છે. 

દુનિયામાં આતંકવાદનો ખતરો વધી રહ્યો છે- PM મોદી

  સંયુક્ત મહારાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિશ્વ સામે ઉગ્રવાદનો જોખમ વધી રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી સોચને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

‘ભારતે પ્રથમ DNA આધારિત વેક્સિનનું નિર્માણ કર્યું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UGNAમાં જણાવ્યું કે સેવા પરમો ધર્મ: હેઠળ ભારત વેક્સીનેશન માટે કામ કરી રહ્યું છે. ભારતે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિનનું નિર્માણા કરી લીધું છે. સાથે જ ફરીથી વેક્સિનની નિકાસ શરૂ કરી દીધી છે.

નામ લીધા વગર પાકિસ્તાન પર પ્રહાર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર હુમલો કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે આતંકવાદનો ઉપયોગ કરે છે તેમના માટે પણ એટલું જ જોખમ છે.

આતંક માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આકરા પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું કે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે અને આતંકી પ્રવૃતિઓ માટે ન કરવામાં આવે.

પીએમ મોદીએ કર્યો આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે કોરોના મહામારીએ વિશ્વને શીખવ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે. એટલે વૈશ્વિક મૂક્યુ શૃંખલાનો વિસ્તાર ઘણો જ મહત્વનો છે. અમારું ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ આ ભાવનાથી જ પ્રેરિત છે. સ્વતંત્રતાના 75 વર્ષના પ્રસંગે ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.