અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તા.16થી 25 ફેબ્રુઆરી 2024 દરમિયાન દિવ્ય કલા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મેળાનું ઉદ્ઘાટન કર્યુ હતું.

રાજ્યપાલે હસ્તકલા સ્ટૉલ્સની મુલાકાત લીધી અને દિવ્યાંગ કારીગરો સાથે સંવાદ કર્યો હતો.

દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત અને પગભર બનાવવાના ઉમદા હેતુ સાથે આ મેળાનું આયોજન કરાયું છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે થતા આવા આયોજનોથી દિવ્યાંગોને રોજગારી સાથે સાથે તેઓનો આત્મ વિશ્વાસ વધે છે અને સામાજીક સપોર્ટ પણ મળે છે.

આ મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન અને વેચાણ કરી રહયા છે,કલા રસિકો દ્વારા થતી ખરીદી તેઓનો ઉત્સાહ વધારે છે.

આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વીરેન્દ્ર કુમાર સહિત અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહયા હતા.
આ મેળામાં નાગરિકોને નિઃશુલ્ક પ્રવેશ હોય રિવરફ્રન્ટ ઉપર આવતા લોકોને મુલાકાત લેવા જણાવાયું છે.

દિવ્યાંગજનોના આર્થિક સશક્તીકરણ તરફ આ એક અનોખી પહેલ છે. દિવ્ય કલા મેળો દિવ્યાંગજનના ઉત્પાદનો અને કૌશલ્યોના માર્કેટિંગ અને પ્રદર્શન માટે એક મોટું પ્લેટફોર્મ રજૂ કરે છે.
આ મેળામાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહયા છે.