અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરતા અમિતભાઇ શાહ

સર્વે નાગરિકોને ઉત્તરાયણના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી ભગવાન સૂર્યનારાયણ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા અમિતભાઇ શાહ

વેજલપુર, ગાંધીનગર ઉતર અને સાબરમતી ખાતે ઉપસ્થિત રહી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીની પરંપરાને આગળ વધારતા અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મકરસક્રાંતિના પાવન પર્વે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી અને સર્વે નાગરિકોને ઉત્તરાયણના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી ભગવાન સૂર્યનારાયણ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

       મકરસંક્રાંતિનો તહેવાર સૌ ગુજરાતીઓ અગાસી પર પરિવારના સભ્યો અને સ્નેહીઓ સાથે અનેરા આનંદ ઉલ્લાસ સાથે પતંગોત્સવ મારફત ઉજવે છે. અત્રે સર્વ વિદિત છે કે મકરસંક્રાતિ પર્વ પર શાહ તેમના ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લોકોની વચ્ચે રહી તહેવાર ઉજવતા હોય છે. આ પરંપરાને આગળ વધારતા શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વેજલપુર, ગાંધીનગર ઉત્તર અને સાબરમતી વિધાનસભા ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી. 

જેમાં તેઓએ વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારના સ્વાતિ – ૨ એપાર્ટમેન્ટ ખાતે ઉપસ્થિત રહી વિસ્તારના રહીશો સાથે મકરસંક્રાંતિ ની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત ગાંધીનગરના ન્યુ વાવોલ વિસ્તારમાં વૈદેહી – રેસીડેન્સી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાબરમતી વિધાનસભા અંતર્ગત ચાંદલોડિયા વિસ્તારમાં પ્રમુખનગર ખાતે અમિતભાઈ શાહે કાર્યકર્તાઓ સાથે ઉમંગ અને ઉત્સાહના વાતાવરણમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી. ત્રણેય વિધાનસભા ક્ષેત્રમાં નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમળકાભેર અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.