ગુજરાત ભાજપમાં વડોદરાથી જૂથવાદ શરૂ થતાં ચુંટણીઓ અગાઉ ભાજપમાં અસંતોષની આગ રાજ્યમાં પ્રસરે તે પહેલાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવી મનાવી લેવાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથેની બેઠક બાદ સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેંચી લીધું છે.
આજે બપોરે ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બંધ બારણે મળેલી બેઠકમાં તેઓની નારાજગી તેમજ કાર્યકરોની અવગણનાનો મુદ્દે ચર્ચા થઈ હતી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર હતા.
આજે આખો દિવસ આ મેટર ભારે ચર્ચાનો વિષય બની હતી.
આખા ઘટનાક્રમની વાત કરવામાં આવેતો ઈનામદારે ગત રાત્રે 1.35 વાગ્યે રાજીનામાનો મેઈલ કર્યો બાદમાં
સવારે 9 વાગ્યે ભાજપમાં જ રહેવાની વાત કરતા હતા ત્યારબાદ આજે સવારે 11 વાગ્યે ઇનામદારને મનાવવા
રાજેશ પાઠક અને હકુભા દોડી ગયા
આજે 2 વાગ્યે પાટીલને મળવા ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા બાદ
2.30 વાગ્યે પાટીલ અને ઇનામદાર વચ્ચે બંધ બારણે બેઠક થઈ
પાટીલ સાથેની બેઠક બાદ 3.15 વાગ્યે કહ્યું-હું રાજીનામું પાછું ખેચુ છુ.
સવા ત્રણ વાગ્યે કેતન ઇનામદારે રાજીનામું પરત ખેચ્યુ હોવાનુ મિડિયાને જણાવ્યું હતુ તેઓએ પત્રકારોને કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓના માન સન્માનની વાત બેઠકમાં રજુ કરવામાં આવી હતી. અને સંતોષકારક જવાબ મળ્યો છે પક્ષના નેતૃત્વએ મને સાંભળ્યો છે એટલે મારુ રાજીનામું હું પરત લઉ છું. હું પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને મારા મતવિસ્તામાં બાકી કામ ઝડપથી પુર્ણ થાય તે માટે બેઠકમાં રજુઆત કરી છે. 2027ની ચૂંટણી હું નથી લડવાનો તેમ પણ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ હતુ પરંતુ રાજીનામું સ્વીકારવામાં આવ્યુ ન હતું.
આમ,ગત મોડી રાત્રે વિધાન સભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને ઈમેલથી રાજીનામુ મોકલી ભારે ચકચાર જગાવનાર ઇનામદારે રાજીનામુ પરત ખેંચી લેતા ઘીના ઠામ માં ઘી ઢોળાયું હોવાનું પાર્ટીના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.