હવે 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા યાત્રીઓએ હવે બ્રિટનમાં ક્વોરન્ટીન નહીં રહેવું પડે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઓસ્ટ્રેલિયા અને અમેરિકા બાદ હવે બ્રિટને પણ ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. આમ હવે 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા યાત્રીઓએ હવે બ્રિટનમાં ક્વોરન્ટીન નહીં રહેવું પડે. માત્ર આટલું જ નહીં પરંતુ પ્રી-ડીપાર્ચર કોરોના ટેસ્ટમાંથી પણ યાત્રીઓને મુક્તિ મળી ગઇ છે.
WHOના પગલા બ્રિટિશ ઓથોરિટીની લીલીઝંડી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.
બ્રિટિશ હાઇકમિશનરનું ટ્વિટ, 22 નવેમ્બરથી નવા નિયમ લાગુ
કોવેક્સિનથી વેક્સિનેટેડ પ્રવાસીઓને અરાઈવલ પર પ્રી-ડિપાર્ચર ટેસ્ટ, ડે-8 ટેસ્ટ તથા સેલ્ફ આઈસોલેટ થવાની જરૂર નહિ પડે. આ ફેરફાર 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે. UKના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કહ્યું હતું કે નવી ઘોષણાઓ ઈન્ટરનેશનલ ટ્રાવેલને ફરી શરૂ કરવાના આગળના તબક્કાને ચિહ્નિત કરે છે.
18 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે પણ નિયમો સરળ બનાવાયા
યુકે સરકારે ઇંગ્લેન્ડ આવતા 18 વર્ષથી ઓછી વયના મુસાફરો માટેના નિયમોને પણ સરળ કર્યા છે. હવે તેમને બોર્ડર પર વેક્સિનેટેડ માનવામાં આવશે અને આગમન પર આઈસોલેશન, ડે-8 ટેસ્ટિંગ અને પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમણે ફક્ત પોસ્ટ અરાઈવલ ટેસ્ટ કરાવવો પડશે. જો તે પોઝિટિવ જોવા મળશે તો PCR ટેસ્ટ પણ કરાશે