ઉદ્ધવે ફેસબુક લાઇવના માધ્યમથી રાજીનામું જાહેર કર્યું, એમએલસી પદેથી પણ ઉદ્ધવનું રાજીનામું, જ્યાં જવું જ નહતું ત્યાં જવું પડ્યું અને હવે હું અહીંથી જતો રહું છું – ઉદ્ધવ ઠાકરે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફ્લોર ટેસ્ટનો સામનો પણ કરવાની તસદી ન લીધી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશ બાદ મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ રાજીનામું આપી દીધું છે. ફેસબુક લાઇવના માધ્યમથી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ એમ.એલ.સી. (MLC) પદેથી પણ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ સીધા જ રાજભવન જઇને ગવર્નર ભગતસિંહ કોશ્યારીને રાજીનામું સોંપી દીધું છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની પરાકાષ્ઠા સુપ્રીમ કોર્ટ દ્વારા લખવામાં આવી છે. ઉદ્ધવ સરકારને ઝટકો આપતા કોર્ટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્ણય આપ્યો છે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવતીકાલે સવારે 11 વાગે ફ્લોર ટેસ્ટ યોજાનાર છે.

સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશ બાદ મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીપદેથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ રાજીનામું આપી દીધું છે.

જણાવી દઈએ કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રનો એકમાત્ર એજન્ડા ઉદ્ધવ સરકાર સામે ફ્લોર ટેસ્ટ છે, જેને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ઉકેલી લેવાનું કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે કે નહીં.

તમને જણાવી દઈએ કે ફ્લોર ટેસ્ટની માંગ ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ઉઠાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા. બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલે મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેનની માફક ફેસબુકથી આપ્યું રાજીનામું
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે બીજા એવા મુખ્યમંત્રી છે જેમને પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. આ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે ફેસબુકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. 1 ઓગસ્ટ, 2016નાં રોજ આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં પોતાનું રાજીનામું આપ્યું હતું.