પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં મારા કાર્યકર્તાઓને સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાકીય રીતે પણ કોઈ અમારાથી ધનુષ અને તીર છીનવી શકે નહીં.
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિંદે (Shinde) જૂથને ચેતવણી, કહ્યું- પાર્ટીનું પ્રતીક કોઈ છીનવી શકે નહીં
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
Uddhav Thackeray Demands Mid-Term Elections: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મધ્ય-સત્ર ચૂંટણીની માંગ કરી છે. તે જ સમયે, તેમણે પાર્ટી ચિન્હ પર એકનાથ શિંદે જૂથ (Eknath Shinde)ના દાવા પર કહ્યું કે તેને કોઈ છીનવી શકે નહીં. ઠાકરેએ કહ્યું, “તીર અને ધનુષ તેમની પાર્ટી શિવસેનાનું જ ચૂંટણી પ્રતીક રહેશે.”
મારી સાથે રહેલા ધારાસભ્યોનો આભાર- ઉદ્ધવ ઠાકરે
ઠાકરેએ કહ્યું કે જે 15-16 ધારાસભ્યો મારી સાથે છે. હું તેમનો આભાર માનું છું. શિવસેનાને કોઈ નુકસાન નહીં થાય. કાર્યકરો મને મળવા સતત આવી રહ્યા છે. મારા સૈનિકોનું હૃદય દુઃખી છે, પરંતુ હું અને પાર્ટી તેમની સાથે ઉભા છીએ. તેમણે કહ્યું, “શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને મૂંઝવણ છે, પરંતુ મેં મારા કાર્યકર્તાઓને સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાકીય રીતે પણ કોઈ અમારી પાસેથી ધનુષ અને તીર છીનવી શકે નહીં. કાયદા અને બંધારણના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી હું કહી રહ્યો છું કે અમારી પાસેથી અમારું પ્રતીક કોઈ છીનવી નહીં શકે.
‘મને ગર્વ છે કે…’
શિવસેના પ્રમુખે કહ્યું કે મને એ વાતનો ગર્વ છે કે શિવસેનાએ સામાન્ય માણસને પણ આગળ કર્યો. જે મોટા થયા છે, તેઓ ગયા, જવા દો, પરંતુ આજે પણ ઘણા લોકો સેના સાથે છે. ભલે ગમે તેટલા ધારાસભ્યો જાય, પાર્ટી અમારી જ રહેશે. વિધાનસભા અલગ વાત છે, પણ પક્ષનું સંગઠન અલગ છે. તેમણે કહ્યું કે ભાજપે આજે જે કર્યું છે, જો તે અઢી વર્ષ પહેલા કર્યું હોત તો MVA ન બન્યું હોત. લોકો બધું જોઈ રહ્યા છે. જો આપણે ખોટા હોઈશું તો જનતા આપણને ચૂંટણીમાં જવાબ આપશે અને જો સાચા હશું તો તેનો જવાબ તેમને મળશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું રાષ્ટ્રપતિની ચૂંટણીના મુદ્દે મારા સાંસદ અને પાર્ટી સાથે ચર્ચા કરીશ અને મારી ભૂમિકા નક્કી કરીશ.
આપને જણાવી દઈએ કે એક સમયે ઉદ્ધવ ઠાકરેના નજીક રહેલા એકનાથ શિંદેએ તાજેતરમાં જ શિવસેનામાં બળવો કર્યો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં એકનાથ શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવી હતી. હવે શિંદે જૂથનું કહેવું છે કે શિવસેના તેમની છે અને ચૂંટણી ચિન્હ પર પણ દાવો કરી રહી છે.