એન્ડી ફ્લાવર IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મુખ્ય કોચ છે. હવે તે UAE T20 લીગમાં અદાણી ગ્રુપ (Adani Group)ના ગલ્ફ જાયન્ટ્સ ટીમના કોચ બન્યા છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અદાણી ગ્રુપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને થોડા મહિના પહેલા UAE T20 લીગ (ILT20)માં ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. હવે આ ફ્રેન્ચાઈઝીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપે તેની ટીમનું નામ ગલ્ફ જાયન્ટ્સ રાખ્યું છે. ઉપરાંત, ગ્રુપે લખનૌ સુપર જાયન્ટ્સના વર્તમાન કોચ એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ તરીકે સાઈન કર્યા છે.
એન્ડી ફ્લાવરને સાઈન કરવા અંગે ગ્રુપે કહ્યું કે, ‘એન્ડી ઝિમ્બાબ્વેનો અત્યાર સુધીનો સૌથી મહાન ક્રિકેટર છે. તેની પાસે ત્રણ દાયકાનો ક્રિકેટનો અનુભવ છે. ફ્લાવરે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન તેમજ પંજાબ કિંગ્સ (IPL), મરાઠા અરેબિયન્સ (અબુ ધાબી T10), મુલતાન સુલતાન્સ (PSL), સેન્ટ લુસિયા કિંગ્સ (CPL) અને દિલ્હી બુલ્સ (અબુ ધાબી T10) જેવી ફ્રેન્ચાઈઝી ટીમોને કોચિંગ આપ્યા છે.’
ફ્લાવરે તેના વિશે કહ્યું, ‘અદાણી ગ્રુપ, ખાસ કરીને અદાણી સ્પોર્ટ્સલાઈન સાથે સંકળાયેલા હોવાનો મને ખૂબ જ ગર્વ છે. મોટાભાગના લોકો કંપનીની શક્તિ, કદ અને પહોંચથી વાકેફ છે અને રમત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા જોવી અદ્ભુત છે. કોઈનો ભાગ બનવું એ રોમાંચક છે. લીડર તરીકે અમારું કામ ખેલાડીઓની સેવા કરવાનું છે અને આ સિદ્ધાંત મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુંબઈ-કેકેઆર-દિલ્હીએ પણ ટીમો ખરીદી
ILT20ની પ્રથમ સિઝન 2022માં યોજાવાની ધારણા હતી, પરંતુ બાદમાં તેને 2023 સુધી લંબાવવામાં આવી હતી. ગ્લેઝર પરિવાર અને કેપ્રી ગ્લોબલની ટીમો પણ લીગનો ભાગ બનવા જઈ રહી છે. ગ્લેઝર ફેમિલીએ ટોમ મૂડીને સાઇન કર્યા છે અને કેપ્રી ગ્લોબલે આર શ્રીધરને ક્રિકેટ ડિરેક્ટર તરીકે સાઇન કર્યા છે. ઉપરાંત, IPL ફ્રેન્ચાઇઝીસ – મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પણ આ T20 લીગમાં ટીમો ખરીદી છે.
ટુર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે
આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ હવે UAE T20 લીગમાં સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓને સામેલ કરી શકશે. છ ટીમોની આ લીગ 6 થી 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. UAE T20 લીગ ખૂબ જ રસપ્રદ બનવાની સંભાવના છે. આ ટૂર્નામેન્ટની સરખામણી આઈપીએલ સાથે થવા લાગી છે.