બે પોલીસ અધિકારી ઉપરાંત ચાર નાગરિકોના પણ મોત, વડાપ્રધાન અલ્બેનીઝે શોક વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ, Australia Police, Shooting Incident,

ઓસ્ટ્રેલિયાના ગ્રામીણ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓ સહિત છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદની તપાસ માટે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 12 ડિસેમ્બરની સાંજે લગભગ 4.45 વાગ્યે બની હતી. ચાર પોલીસ અધિકારીઓ ક્વીન્સલેન્ડ રાજ્યમાં એક અંતરિયાળ મિલકત પર પહોંચ્યા હતા જ્યારે બે હુમલાખોરોએ વિમ્બિલાના ગ્રામીણ વિસ્તારમાં અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના ક્વિન્સલેન્ડના બ્રિસ્બેનથી 270 કિમી (168 માઇલ) પશ્ચિમમાં વિમ્બિલા ખાતે બની હતી.

ઘટનાસ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી દરમિયાન બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. ક્વીન્સલેન્ડ પોલીસ કમિશનર કેટરિના કેરોલે મીડિયાને જણાવ્યું હતું કે ગોળીબારમાં એક અધિકારી બચી ગયો હતો અને ભાગવામાં સફળ રહ્યો હતો. વિશેષ પોલીસ અધિકારીઓ અને એરફોર્સની મદદથી સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. મૃતકોમાં કોન્સ્ટેબલ મેથ્યુ આર્નોલ્ડ અને કોન્સ્ટેબલ રશેલ મેક્રો, તેમજ નાથનીએલ ટ્રેન, તેનો ભાઈ, અન્ય એક મહિલા અને એક પાડોશીનો સમાવેશ થાય છે.

પોલીસ સાથેની બીજી એન્કાઉન્ટરમાં 3 માર્યા ગયા

પોલીસ સાથેના આ અથડામણમાં 2 પુરૂષો સહિત 1 મહિલાનું મોત થયું હતું. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, તાજેતરના ભૂતકાળમાં એક જ ઘટનામાં આ સૌથી વધુ જાનહાનિ છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું, ‘વિમ્બિલામાં ભયાનક ઘટના. ક્વીન્સલેન્ડ પોલીસ અધિકારીઓના પરિવારો અને મિત્રો માટે હૃદયદ્રાવક દિવસ જેમણે ફરજમાં પોતાનો જીવ ગુમાવ્યો. અલ્બેનીઝે ટ્વિટ કર્યું હતું કે, ‘મારા વિચારો શોકગ્રસ્ત તમામ લોકો સાથે છે, ઓસ્ટ્રેલિયા આ દુઃખમાં તમારી સાથે છે.’