વિક્ટોરિયામાં પણ ઓમિક્રોન વાયરસના 2 કેસ નોંધાયા

વડા પ્રધાન સ્કોટ મોરિસન કહે છે કે દેશભરના નેતાઓની આજની રાષ્ટ્રીય કેબિનેટ બેઠકમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિઅન્ટ "ચર્ચાનો મુખ્ય વિષય" હતો, જે વર્ષ માટે આવી છેલ્લી બેઠક હતી.

ઓસ્ટ્રેલિયામાં ઓમિક્રોન કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વિક્ટોરિયામાં બે તથા ગોલ્ડ કોસ્ટ ખાતે છ ઓમિક્રોન કેસ નોંધાયા છે. નોંધનીય છે કે ક્વીન્સલેન્ડએ નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલી બોર્ડર ખોલવાનો આદેશ કર્યો હતો જોકે હવે ક્વીન્સલેન્ડની આંતરરાજ્ય સરહદ ખૂલે તે પહેલાં જ 6 ઓમિક્રોન કેસ ગોલ્ડ કોસ્ટમાં નોંધાયા છે.
વડા પ્રધાન સ્કોટ મોરિસન જણાવ્યું છે કે દેશભરના નેતાઓની આજની રાષ્ટ્રીય કેબિનેટ બેઠકમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિઅન્ટ “ચર્ચાનો મુખ્ય વિષય” હતો.