કોવિડ સિવાયની સારવાર માટે આવ્યા હતા બંને વ્યકિત

ફાઈલ તસવીર.

નમસ્કાર ગુજરાત ન્યૂઝ ઓકલેન્ડ.
ઓકલેન્ડની મિડલમોર હોસ્પિટલમાં 60 થી વધુ દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં કોરોના વાયરસ ધરાવતા બે લોકોનાં સંપર્કમાં આવી હોવાનુ સામે આવ્યું છે. 
બે લોકો બિન-કોવિડ કારણોસર બુધવારે ઈમરજન્સી વિભાગમાં ગયા હતા અને બાદમાં જ્યારે તેમના કોરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે તે બંને કોરોના પોઝિટિવ આવ્યા હતા. એક વ્યક્તિને મિડલમોર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે જ્યારે છે અને બીજાને પોતાને રજા આપી  જાહેર આરોગ્ય અધિકારીઓનાં નેજા હેઠળ સારવાર મેળવી રહ્યા છે.


નજીકના સંપર્કો ગણાતા 66 દર્દીઓમાંથી, 34 હોસ્પિટલમાં રહે છે અને તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને અન્યને પરીક્ષણ માટે બોલાવાય રહ્યાં છે.