મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને લાંબા સમયથી કોંગ્રેસના કદાવર નેતા મનાતા કમલનાથ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.
હાલમાં સમગ્ર મધ્યપ્રદેશમાં આ ચર્ચા ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથ પણ ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે એક્સ, ફેસબુક જેવા સોશિયલ એકાઉન્ટમાંથી કોંગ્રેસના ચિન્હ દૂર થઈ ગયા છે.

આમ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના સોશિયલ એકાઉન્ટ પર અને છિંદવાડાના સાંસદ નકુલ નાથના સોશિયલ એકાઉન્ટ પર કોંગ્રેસના લોગો દૂર થતાં ચર્ચા આગની જેમ ફેલાઈ રહી છે કે કમલનાથ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.

કમલનાથનો છિંદવાડામાં નિર્ધારિત કાર્યક્રમ તેઓએ રદ કરીને અચાનક દિલ્હી જવાની વાત પણ જાહેર કરવામાં આવી છે.
જેના કારણે રાજકારણ વધુ ગરમાયું છે,તેમના ભાજપમાં જોડાવાની અટકળો સતત ચાલી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં ચાલી રહેલા ભાજપ સંમેલન બાદ તેમને ભાજપમાં સામેલ કરવામાં આવી શકે છે.