લિજેન્ડ્સ ક્રિકેટ લીગ સાથે જોડાયેલા બે ખેલાડીઓ સામે મેચ ફિક્સિંગનો આરોપ લાગતા ક્રિકેટની દુનિયામાં ભારે ચકચાર મચી ગઇ છે.
શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમ માં રમાયેલી મેચ દરમિયાન બે ભારતીય ક્રિકેટરો સામે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે,આ આરોપ લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગ થયાનો હોવાની વાત સૂત્રો જણાવી રહયા છે.

શ્રીલંકાની કોર્ટે બે ભારતીય ક્રિકેટરોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
આ બે ભારતીય ક્રિકેટર્સમાં યોની પટેલ અને પી. આકાશનો સમાવેશ થાય છે જેઓ સામે રાજસ્થાન કિંગ્સ અને ન્યૂયોર્ક સુપર સ્ટ્રાઈકર્સ ની મેચ ફિક્સ કરવાનો આરોપ લાગ્યો છે. 

યોની પટેલ અને પી. આકાશે 8 માર્ચ અને 19 માર્ચે રમાયેલી મેચમાં ફિક્સિંગ કર્યું હતું.
આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમ માં રમાઈ હતી,જોકે, આ આરોપ બાદ યોની પટેલ અને પી. આકાશ મેજિસ્ટ્રેટ કોર્ટની પરવાનગી વગર શ્રીલંકા છોડી શક્શે નહીં.

મહત્વનું છે કે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કડક કાયદાઓ છે અને જો કોઈ શ્રીલંકામાં મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થાય તો તેને માટે 10 વર્ષની જેલ અથવા દંડની સજાની જોગવાઈ છે અથવા 10 વર્ષની કેદ અથવા દંડ બંને શક્ય છે.