પહેલગામ હુમલામાં બે ગુજરાતી પ્રવાસી પણ ઘાયલ થયા, ભાવનગરના સુમિત પરમાર અને તેમના પુત્ર યતેશ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું

પહેલગામ હુમલામાં ગુજરાતી પ્રવાસીઓના મોતનાં અહેવાલ મળી રહ્યા છે. આ હુમલામાં ભાવનગરના સુમિત પરમાર અને તેમના પુત્ર યતેશ પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પિતા-પુત્ર એક જૂથ સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને પવિત્ર અને શાંત રહેલા પહેલગામમાં આતંકી હિંસાનો શિકાર થયા હતા.

હુમલામાં ભાવનગરના અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિનોદ ભટ્ટ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિનોદ ડાભી પણ હુમલામાં ઘાયલ થયા હતા. તેમને હાથમાં ગોળી વાગી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જ્યારે મૂળ સુરતના પરંતુ મુંબઇમાં રહેતા શૈલેષ કલાઠીયા પણ આ હુમલામાં મોતને ભેટ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા શૈલેષ મુંબઈની એક ખાનગી બેંકમાં નોકરી કરતા હતા અને પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા હતા. તેમના મોતનાં સમાચાર મળતાંની સાથે જ સુરતમાં તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.  મૃતદેહને ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે અને ઘાયલોના તબિયત અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.