દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બેના રિપોર્ટ પોઝિટિવ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
New south wales હેલ્થ વિભાગે જાહેર કર્યું છે કે દક્ષિણ આફ્રિકાથી સિડની આવેલા બે પ્રવાસીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને બન્નેના રિપોર્ટનું વધારે અધ્યયન કરતા સામે આવ્યું છે કે બંને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં વધારે પ્રસરી ગયેલા ઓમીક્રોન વેરિયન્ટથી ચેપગ્રસ્ત છે.

27 નવેમ્બરે આવ્યાં હતા સિડની
“બંને મુસાફરો શનિવાર 27 નવેમ્બરના રોજ સાંજે દક્ષિણ આફ્રિકાથી સિડની આવ્યા હતા. આગમન સમયે તેઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગઈકાલે મોડી રાત્રે તેઓ કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા હતા,” NSW હેલ્થે રવિવારે સાંજે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.

બંનેમાં એસિમ્પટમેટિક લક્ષણ
“બે પોઝિટિવ કેસ, જેઓ એસિમ્પટમેટિક હતા, તેઓ વિશેષ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. નોંધનીય છેકે બંનેને કોવીડ રસીના બન્ને ડોઝ લીધા છે. બે મુસાફરો દક્ષિણ આફ્રિકાના 14 લોકોમાં સામેલ હતા જેઓ શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ દોહાથી કતાર એરવેઝ QR908 પર પહોંચ્યા હતા.

બાકીના 12 મુસાફરો 14 દિવસનાં હોટલ ક્વોરેન્ટાઈન હેઠળ
લગભગ 260 મુસાફરો અને એર ક્રૂ નજીકના સંપર્કો માનવામાં આવ્યા હતા અને તેમને અલગ થવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા. NSW હેલ્થે ચેતવણી આપી હતી કે જાહેર આરોગ્યના આદેશોનું પાલન ન કરવું એ ગુનો છે અને નજીકના સંપર્કોનો નિયમિતપણે સંપર્ક કરવામાં આવશે અને અનુપાલન તપાસને આધીન રહેશે.