ઓકલેન્ડમાં સ્થગિત થયેલી ટ્રેન સેવાઓ આજે ગુરુવારથી મોટે ભાગે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

હવે, વનહુંગા લાઇનના અપવાદ સિવાય તમામ રેલ સેવાઓ કાર્યરત છે, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, આ અંગે ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે સ્ટોપેજ કિવિરેલ ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાને કારણે હતું, એટલે આગળની સૂચના સુધી તમામ રેલ સેવાઓ રોકી દેવામાં આવી હતી.

મુસાફરોને સૂચના આપવામાં આવી હતી કે બસો તમામ એટી હોપ કાર્ડ અને રેલ ટિકિટ સ્વીકારી રહી છે જેથી મુસાફરોને કોઈ અગવડ ન થાય.

જોકે,ઓકલેન્ડના કાઉન્સિલર રિચાર્ડ હિલ્સે સમગ્ર નેટવર્કને બંધ કરવા બદલ કિવિરેલની ટીકા કરી હતી તેઓએ કહ્યું હતું કે હું ભલે એન્જીનીયર નથી, પરંતુ કહી શકું કે આખા નેટવર્કને બંધ કરવા કરતાં ટ્રૅકની સમસ્યાને મેનેજ કરવાની જરૂર હતી.

સરકારે ટ્રેક નેટવર્કને અપગ્રેડ કરવા માટે $330 મિલિયનનું રોકાણ કર્યું હોવા છતાં તે પહેલાં કરતાં ઓછું સ્થિતિસ્થાપક જણાય છે.

“હું ફરીથી કહીશ કે કિવિરેલે તાકીદે અપગ્રેડ માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ.”

આ મહિને શ્રેણીબદ્ધ ટ્રેન કેન્સલેશન અને વિલંબ થયા છે, જેને લઈ ઓકલેન્ડના મેયર વેઈન બ્રાઉન પણ નારાજ છે.

વેસ્ટર્ન, સધર્ન અને ઇસ્ટર્ન લાઇન ટ્રેન સેવાઓ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહેલા હજારો મુસાફરોને ત્રણ દિવસના સમયગાળામાં અસર થઈ હતી.

KiwiRail જણાવ્યું હતું કે તે ટ્રેન ટ્રેકને અપગ્રેડ કરવા માટે સખત મહેનત કરી રહી છે જેથી તેઓ ગરમીના નિયંત્રણોથી પ્રભાવિત ન થાય.

કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે કારણ કે જ્યારે ટ્રેક ખૂબ ગરમ થઈ ગયા હતા ત્યારે ઝડપ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

રેલ નેટવર્ક પર દેખરેખ રાખતી ટ્રાન્સપોર્ટ એજન્સીઓએ જણાવ્યું હતું કે વિલંબ અને રદ્દીકરણને કારણે થતી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે.

એક સંયુક્ત નિવેદનમાં, ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ, કિવિરેલ અને ઓકલેન્ડ વન રેલ જણાવ્યું હતું કે તેઓ બ્રાઉનને અપડેટ રાખશે કારણ કે તેઓ સમસ્યાઓને ઉકેલવા માટે સાથે મળીને કામ કરશે.