ત્રણ અલગ અલગ હુમલામાં બાળકો પર જ કૂતરા દ્વારા હુમલાની ઘટના

આ અઠવાડિયે ક્વીન્સલેન્ડમાં કૂતરાના ત્રીજા હુમલામાં એક ત્રણ વર્ષના બાળકની હાલત ગંભીર બની ગઇ છે. એગ્રેસિવ ડોગ એટેકથી બાળકને ગરદનના ભાગે ઇજા પહોંચી છે અને હાલ તેને સારવાર હેઠળ ક્વિન્સલેન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં તેની હાલત ગંભીર બન્યા બાદ હાલ સ્થિર છે. ગોલ્ડ કોસ્ટના યતાલા ખાતે આ ઘટના બની હતી.

બુધવારે સાંજે 5.20 વાગ્યે પેરામેડિક્સને ગોલ્ડ કોસ્ટ પર યાતાલા ખાતેના એક મકાનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ત્રણ વર્ષની બાળકી મળી હતી જેના માથા અને ગરદન પર ઘણી ઇજાઓ હતી. બાળકી પોતાની દાદી સાથે રહેતી હતી. પોલીસે એગ્રેસિવ ડોગની સાથે ત્રણ અન્યને પણ પ્રોપર્ટીમાંથી ઝડપ્યા છે.

એક પડોશીએ પોલીસને જણાવ્યું હતું કે કૂતરું વધારે આક્રમક હતું અને અંદાજ લગાવી શકાય તેમ હતો કે તે કોઇને પણ કરડી શકે છે. આખરે જે નહતું થવું જોઇતું તે જ થઇને રહ્યું, જેનું પરિણામ ઘણું ગંભીર આવ્યું છે. આ તરફ બુધવારે રાત્રે પણ લોગાનના શેલર પાર્કમાં એક છોકરા પર કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેને હોસ્પિટલમાં સ્થિર હાલતમાં દાખલ કરાયું છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, છ વર્ષની બાળકી વુલરજમાં કૂતરાના હુમલામાં ખરાબ રીતે ઘાયલ થઈ હતી બાળકીને બે બુલ આરબ ડોગ દ્વારા એટેક કરવામાં આવ્યો હતો. સદનસીબે તેના અંકલ હુમલા વખતે પાસે જ હતા જેથી સ્થિતિ ગંભીર બની નહતી. જોકે કાઉન્સિલ દ્વારા તમામ કિસ્સામાં ડોગને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.