આજે 22 ફેબ્રુઆરી, 2024ના રોજ ગુરુ-પુષ્ય યોગ સહિત પાંચ નક્ષત્રોનો મહાસંયોગ છે.
આ શુભ યોગમાં કરેલાં કાર્યોથી સફળતા પ્રાપ્ત થવા સાથે માં લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
આપને જણાવી દઈએ કે 27 નક્ષત્રમાં ગુરુ પુષ્ય એ નક્ષત્ર આઠમું નક્ષત્ર ગણાય છે અને દેવગુરુ ગુરુ આ નક્ષત્રના દેવતા છે અને શનિદેવને આ નક્ષત્રની દિશાનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલું છે.
ગુરુને શુભતા, બુદ્ધિ અને જ્ઞાનનાં પ્રતીક માનવામાં આવે છે, જ્યારે શનિદેવને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, આ બંનેનું સંયોજન પુષ્ય નક્ષત્રને શુભ અને સ્થાયી બનાવે છે. આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ પણ પુષ્ય નક્ષત્રમાં થયો હોવાથી આ નક્ષત્રનું મહત્વ ખુબજ વિશેષ માનવામાં આવે છે.
–આજે ગુરુ પુષ્ય નક્ષત્રમાં પાંચ યોગોનો મહાસંગમ છે
આજે 22 ફેબ્રુઆરી, ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ સૂર્યોદય 07:12 વાગ્યાથી શરૂ થઈ સાંજે 4:43 સુધી રહેશે.
સાથેજ આજે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, રવિ યોગ, સૌભાગ્ય અને શોભન યોગનો પણ સમન્વય છે. પંચ શુભ યોગના સંયોગથી તે વધુ ફળદાયી માનવામાં આવે છે. તેમજ આ દિવસે સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. ગ્રહોનો આ સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્ય કરવામાં આવેતો તે ખુબજ ફળદાયી માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશિમાં સ્થિત છે,બાર રાશિઓમાં ચંદ્ર એક માત્ર કર્ક રાશિનો સ્વામી છે. આ સિવાય ચંદ્ર કોઈ અન્ય રાશિનો સ્વામી નથી. ચંદ્ર ધનનો દેવ છે. તેથી પુષ્ય નક્ષત્ર ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
તેથી પુષ્ય નક્ષત્રને સોનું, ચાંદી અને નવી વસ્તુઓની ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ શુભ યોગમાં શરૂ થયેલો ધંધો ખુબજ સફળ રહે છે.
-પુષ્ય નક્ષત્રમાં લગ્નની મનાઈ છે-
જોકે,શાસ્ત્રો મુજબ પુષ્ય નક્ષત્ર ભગવાન બ્રહ્મા દ્વારા શાપિત હોય આ નક્ષત્ર લગ્ન માટે નિષિદ્ધ માનવામાં આવે છે.
ગ્રંથોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ તેમની પુત્રી શારદાના લગ્ન ગુરુ પુષ્ય સાથે કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ બ્રહ્માજી પોતે જ મોહી પડ્યા અને ગુરુ પુષ્યને શ્રાપ આપ્યો અને તેમને લગ્ન માટે ત્યજી દીધા.
તેથી આ નક્ષત્રમાં લગ્ન બાદ વિવાહિત જીવનમાં સમસ્યાઓથી ભરેલું રહેતું હોવાની માન્યતા છે.
-ગુરુ પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો સેવાભાવી અને સ્વભાવે ઉદાર હોય છે
ગુરુ પુષ્પ નક્ષત્રમાં જન્મેલા લોકો સ્વભાવે ઉદાર, સહનશીલ અને સેવાભાવી હોય છે. તેઓ ધર્મ અને કાર્યમાં ખુબજ શ્રદ્ધા ધરાવે છે તેઓને બાળપણમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે.
–ગુરુ પુષ્યયોગમાં આ પ્રકારના કર્યો શુભ મનાય છે
ગુરુ પુષ્ય નક્ષત્રના આ શુભ સંયોગમાં પ્રવાસ, જ્ઞાન પ્રાપ્ત કરવું, નવી શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લેવાનું હોય કે ગુરુ પાસેથી મંત્ર શીખવાનું હોય, આધ્યાત્મિક પ્રગતિ હોય, ધાર્મિક વિધિઓ હોય, સરકારી કામોમાં સફળતા મળતી હોય, આ યોગ નેતૃત્વની ગુણવત્તામાં પણ વધારો કરે છે તે તમામ શુભ મનાય છે.
પુષ્ય નક્ષત્રની ધાતુ સોનું છે, તેથી આ યોગમાં સોનું ખરીદવાથી સમૃદ્ધિ વધે છે.
આ સિવાય રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર, વાહન, લાંબા ગાળાના રોકાણ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
-જાણો,ગુરુ પુષ્ય યોગ ઉપાયો-
● કુંડળીમાં ચાંડાલ દોષ, શાપિત દોષ, પિતૃ દોષ, વિષ દોષ, અંગારક દોષ, સાડાસાતી, ગુરુ કે શનિ દશા ધરાવતા જાતકોએ આ દિવસે વિષ્ણુશાસ્ત્રનામનો પાઠ કરવો અને પીળી વસ્તુઓનું દાન કરવાનો મહિમા છે.
●આજે ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે, ભગવાન વિષ્ણુ લક્ષ્મીને હળદર ચઢાવો, હળદરમાં થોડું પાણી મિક્સ કરો અને તમારી તિજોરી પર “શ્રી” લખવુ જોઈએ.
●આ યુગમાં વ્યાપારમાં પ્રગતિ માટે એક એકાક્ષી નારિયેળને લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખો અને સ્ફટિકની માળાથી 108 વાર ૐ ઐં હ્રુમ્ શ્રી એકાક્ષિણાલિકાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
●આ યોગમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘીનો દીવો કરી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરી માં દેવી લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ.
● ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ગાયને રોટલીની સાથે ઘીમાં ભેળવેલો ગોળ ખવડાવવો જોઈએ.
●પારિવારિક વિવાદો અને પરિવારમાં પ્રેમ વધારવા માટે સાંજની આરતી કર્યા બાદ પીળા સરસવને કપૂરથી બાળીને આખા ઘરમાં ધુપ કરો.
જે લોકો આ નક્ષત્ર દરમિયાન કંઈપણ ખરીદે છે તેમના માટે આ નક્ષત્ર કાયમી છે. તે પદાર્થ લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહે છે. શાસ્ત્રો અનુસાર ગુરુ-પુષ્ય યોગ દરમિયાન પારદ લક્ષ્મીને ઘરમાં સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે, તેનાથી આશીર્વાદ મળે છે,પૈસાની તંગી દૂર થાય છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનું શાસન છે, ગુરુના શુભ આશીર્વાદ મેળવવા માટે પિત્તળના વાસણો, પીળા રંગના કપડાં, સોનાના ઘરેણાં વગેરે ખરીદવાનો મહિમા છે.
પુષ્ય નક્ષત્રમાં મંત્ર દીક્ષા, યજ્ઞ વિધિ, ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવી, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા, જમીન ખરીદ-વેચાણ અને વેદના પાઠ શરૂ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે.