આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે.
આજે તા.1 મે, 2024ના રોજ ગુજરાત દિવસની દેશ-વિદેશમાં વસતા ગુજ્જુઓ દ્વારા હર્ષભેર ઉજવણી થઈ રહી છે, મૂળ ગુજરાતીઓ અને એનઆરઆઈમાં આ ખાસ દિવસની ઉજવણી થાય છે.
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં અખંડ ભારતના નિર્માણ માટે દેશના રજવાડાંઓને જોડવા માટે સરદાર પટેલ દ્વારા થયેલી વિનંતી અને અપીલ બાદ નાના નાના સ્ટેટ ભારતમાં જોડાયા ત્યારે સરકારે ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી.
વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદારબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’ નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તરમાંગુજરાતી ભાષા અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા લોકો રહેતા હોય ભાષાકીય તફાવતને લઈ લોકોમાં અલગ રાજ્યની ઉઠેલી માંગણી વચ્ચે
મહાગુજરાત આંદોલન શરૂ થયું અને બીજી તરફ અલગ મરાઠી રાજ્યની માંગણી શરૂ થયા બાદ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય તરીકે અલગ અલગ રીતે અસ્તિત્વમાં આવ્યા.
આમ 1 મેના દિવસે ગુજરાત અલગ પડતા આ દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ પણ છે અને બંને રાજ્યોના સ્થાપના દિવસ ઉજવાય છે.
ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી.
ગુજરાત સરકાર દ્વારા તા. 1 મેના દીવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યા બાદ હવે દર વર્ષે આ દિવસની ધામધૂમથી ઉજવણી થાય છે.
1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના થતાં દેશના નકશા પર મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું.
મહાગુજરાત આંદોલન બાદ ગુજરાત રાજ્ય અલગ બનાવવામાં તમામ શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને મળ્યો હતો તેઓનું આ આંદોલનમાં વિશેષ યોગદાન રહ્યું હતું.તે જમાનામાં ઇન્દુલાલ યાજ્ઞિકનલોકોમાં ઈન્દુ ચાચા તરીકે લોકપ્રિય થયા હતા.
રજવાડાઓ એક થઈ અખંડભારતનું નિર્માણ થયા બાદ થોડાજ વર્ષોમાં અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી હતી અને આ માંગ વર્ષ 1955-56માં ઉગ્ર બનતી ગઈ
આ સમયગાળામાં કેન્દ્રમાં કોંગ્રેસના જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધુને વધુ ઉગ્ર બનવા લાગી ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગણી સ્વીકારવાની ફરજ પડી હતી. અને ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા.
ગુજરાતી ભાષી પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાત આંદોલનની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી
રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા સપ્ટેમ્બર-1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલા મહાગુજરાત ચળવળને પહેલી મે 1960નાં રોજ સફળતા મળી. 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનઃરચના કાયદો-1956’ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. કેન્દ્ર સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં ગુજરાત રાજ્યની સ્થાપના માટે સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ.
જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી તે ભાગ મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યો.
આમ,ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા.
અલગ રાજ્યની સ્થાપના પછી 1 મેના રોજ ગુજરાત રાજ્ય તેનો સ્થાપના દિવસ ઉજવે છે.
જોકે,મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ તેના બીજા દિવસે એટલે કે તા. 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ હતી પણ બાદમાં બંને રાજ્યોનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આમ,આજે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ માટે આજનો દિવસ ખાસ છે અને ગુજરાત સ્થાપના દિવસ ઉજવાય છે.