ભારતના અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાયમાં ઉત્સવનો માહોલ છે ત્યારે કેનેડામાં પણ ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, કેનેડામાં આજે તા.22 જાન્યુઆરીના દિવસને “અયોધ્યા રામ મંદિર દિવસ”તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે.
કેનેડાના ઓન્ટારિયો રાજ્યના બ્રોમ્પટન અને ઓકવિલમાં 22 જાન્યુઆરીએ રામમંદિર ડે જાહેર કરી દેવામાં આવ્યો છે.
બ્રોમ્પટન મેયર પેટ્રિક બ્રાઉને કહ્યું કે રામમંદિર દ્વારા હિંદુઓનું વર્ષોનું સપનું પૂર્ણ થઈ ગયું છે.
કેનેડાની ત્રણ નગર પાલિકાઓએ 22 જાન્યુઆરીને અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશન દ્વારા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા સમારોહને લગતા બિલબોર્ડ ગ્રેટર ટોરન્ટોમાં ઠેર ઠેર લગાવ્યા છે.
હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશનના સંસ્થાપક તેમજ અધ્યક્ષ અરુણેશ ગિરિએ કહ્યુ હતુ કે, કેનેડામાં બ્રેમ્પટન, ઓકલિવે અને બ્રેન્ટફોર્ડમાં 22 જાન્યુઆરીના દિવસની અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવણી કરવા સૌ ઉત્સાહિત છીએ.
ત્રણે નગર પાલિકાઓને આ માટે સંમત કરવામાં વિશ્વ જૈન સંગઠનની મહત્વની ભૂમિકા રહી છે. ગ્રેટર ટોરન્ટો એરિયામાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને કેનેડામાં રહેતા હિન્દુઓમાં ભારે ઉત્સાહ સાથે રામોત્સવ મનાવી રહયા છે.