દિશા અને ટાઇગર બંને પોતાના કરિયર પર વધુ ફોકસ કરવા માટે અંગત સંબંધો પર પૂર્ણવિરામ લાવી દીધું, કપલના મિત્રએ પણ બ્રેકઅપના સમાચારને સાચા ગણાવ્યા
Tiger Shroff- Disha Patani BreakUP – ટાઈગર શ્રોફ અને દિશા પટાની બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે દિશા અને ટાઈગર એક કપલ તરીકે સાથે જોવા નહીં મળે. કહેવાય છે કે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ દિશા-ટાઈગર અલગ થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર, દિશા-ટાઈગરે તેમના 6 વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. એટલે કે હવે દિશા અને ટાઈગર કપલ તરીકે સાથે નથી. સવાલ એ છે કે દિશા અને ટાઈગરે અચાનક જ અલગ થવાનો કેમ નિર્ણય કેમ કર્યો ?
ટાઇગર-દિશા સાથે નથી
ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે દિશા અને ટાઈગર એક કપલ તરીકે સાથે જોવા નહીં મળે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ટાઈગર અને દિશાના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ આ કપલે ક્યારેય આ વાત જાણવા દીધી નથી. દિશા અને ટાઈગરે શા માટે અલગ થવાનું નક્કી કર્યું તેનું સાચું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે બંને સ્ટાર્સ હવે સિંગલ લાઈફ જીવી રહ્યા છે. દરમિયાન ટાઈગરના એક મિત્રએ કપલના બ્રેકઅપના સમાચારને સાચા ગણાવ્યા છે. ટાઈગરના મિત્રનું કહેવું છે કે બ્રેકઅપથી ટાઈગરને તેના કામમાં કોઈ ફરક પડવા ન દીધો. તે પહેલાની જેમ જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ જોવા મળે છે. ટાઈગર આ દિવસોમાં લંડનમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
બંને આ ફિલ્મોમાં જોવા મળશે
દિશા પટણી અને ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. તે જ સમયે, ટાઇગર શ્રોફ ‘ગણપત’ અને ‘બાગી-4’માં પોતાની તાકાત બતાવતો જોવા મળશે. દિશા અને ટાઈગર ભલે હવે એક કપલની જેમ સાથે ન હોય, પરંતુ તેમની મિત્રતા હજુ પણ અકબંધ છે. હવે જોઈએ કે દિશા અને ટાઈગર બ્રેકઅપના સમાચાર પર કંઈ કહે છે?