અમેરિકામાં એક બેકાબુ કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં બનેલા આ બનાવમાં કાર ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર બેકાબુ બન્યા બાદ પલટી જવા સાથે એક ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા છે.
પાંચેય વિદ્યાર્થીઓ અલ્ફારેટા હાઇસ્કૂલ અને જ્યોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા,પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ શ્રેયા અવસરલા, અન્વી શર્મા અને આર્યન જોશી તરીકે થઈ છે.
કારમાં મુસાફરી કરી રહેલા આર્યન જોષી અને શ્રેયા અવસરલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ,બાકીના ત્રણને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી અન્વી શર્માનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઘાયલોમાં વિદ્યાર્થીઓ મોહમ્મદ લિયાકત અને રિત્વક સોમપલ્લીનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ 18 વર્ષની હતી. 14 મેના રોજ બનેલી ઘટનાને કારણે હેમ્બ્રી રોડ અને મેક્સવેલ રોડ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો.

શ્રેયા અવસરલા UGA ડાન્સ ટીમની સભ્ય હતી જ્યારે અનવી શર્મા UGA કલાકાર હતી તેણે કેપ્પેલા જૂથ સાથે પણ પરફોર્મ કર્યું હતું
આ જૂથે શ્રેયા માટે એક પોસ્ટમાં લખ્યું કે એક અદ્ભુત નૃત્યાંગના તેમજ મિત્ર અને ન્યાય-પ્રેમાળ વ્યક્તિ હતી કલાકારોના જૂથે કહ્યું કે અન્વી શર્માનું અવસાન અમારા માટે ઊંડો આઘાત છે.

ઉપરાંત આર્યન જોશી આવતા અઠવાડિયે હાઈસ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થવાનો હતો તે આલ્ફારેટા હાઈ ક્રિકેટ ટીમ માટે સારો ક્રિકેટર હતો.
આમ આશાસ્પદ ત્રણ ભારતીય સ્ટુડન્ટસના મોત થતા તેઓના પરિવારજનો તેમજ મિત્રોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.