કેનેડામાં એક સળગી ગયેલી કારમાંથી 3 બાળકો અને નજીકમાં જ બીજા બે મહિલાના મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
આ ઘટના કેનેડાના મેનિટોબા વિસ્તારની છે.
પોલીસે આ કેસમાં 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે,હાલ આ ઇસમની પૂછપરછ ચાલી રહી છે.
કેનેડાના મેનિટોબામાં એક કારમાંથી ત્રણ બાળકો અને બે મહિલાઓના સળગેલા મૃતદેહો મળી આવ્યા બાદ રવિવારે એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં રહેલો ઇસમ તમામ મૃતકોને ઓળખતો હતો એટલે કે પાંચેય મૃતકો એકબીજાને ઓળખતા હતા.
આ ઘટના રવિવારે સવારે મધ્ય મેનિટોબા પ્રાંતના નાના શહેર કારમેનની આસપાસ બની હતી જ્યાં 2,800 લોકો રહે છે.
પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે સૌથી પહેલા એક મહિલાનો મૃતદેહ રસ્તાના કિનારેથી મળી આવ્યો હતો. કેટલાક કલાકો પછી, એક સળગતું વાહન મળી આવ્યું જેમાં ત્રણ બાળકો હતા, જેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે તેમના નિવેદનમાં કહ્યું કે થોડા સમય પછી એક ઘરમાંથી બીજી મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
આ આખી ઘટનાને લઈ રહસ્ય સર્જાયું છે અને આ મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે અને મૃતકોને ઓળખતા યુવકને ઝડપી લઈ તેની પુછતાછ શરૂ કરી પ્રારંભિક તપાસ શરૂ કરી કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.