ભાજપ આ વખતે 303 કે તેથી વધુ સીટો ઉપર જીતશે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન હશે આ દાવો રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કર્યો છે, તેઓએ અલગ-અલગ ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે અને તે પણ કહ્યુ છે કે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ચાર મોટા ફેરફાર કરવાના છે.
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે મોદી 3.0માં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકે છે ઉપરાંત મોદી સરકાર રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લગાવી શકે છે. એટલું જ નહીં, મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરોધી નેરેટિવમાં પણ મોટો ફેરફાર કરી શકે છે.
વાસ્તવમાં, પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ પર 100% કરતા વધુ ટેક્સ છે. તેને GSTમાં લાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.
પીકેએ કહ્યું, “રાજ્યો પાસે હાલમાં આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે – પેટ્રોલિયમ, દારૂ અને જમીન.
તેમણે કહ્યું કે, જો પેટ્રોલિયમને GSTના દાયરામાં લાવવામાં આવે છે,તો તેના પર મહત્તમ ટેક્સ માત્ર 28 ટકા રહેશે.
તેઓએ કહ્યું જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશેતો તેનાથી રાજ્યોને ટેક્સમાં નુકસાન થશે પરિણામે પોતાનો હિસ્સો હાંસલ કરવા રાજ્યોએ કેન્દ્ર ઉપર નિર્ભર રહેવું પડશે.
પીકેના જણાવ્યા મુજબ મોદી 3.0 સરકાર ધમાકેદાર શરૂઆત કરશે.
સરકાર પાસે સત્તા અને સંસાધનો બંને હશે.
આવી સ્થિતિમાં રાજ્યોની નાણાકીય સ્વાયત્તતામાં પણ ઘટાડો થઈ શકે છે.
પ્રશાંત કિશોરે આગાહી કરી હતી કે કેન્દ્ર સરકાર રાજ્યોને સંસાધનોના વિતરણમાં વિલંબ કરી શકે છે. FRBM નિયમો વધુ કડક બનાવી શકાય છે.
મોદીના ત્રીજા કાર્યકાળ અંગે પીકેએ કહ્યું કે, ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ સહિત વૈશ્વિક સ્તરે પણ અન્ય દેશો સાથે વ્યવહાર કરતી વખતે ભારતની દૃઢતા વધશે.
આ પહેલા પ્રશાંત કિશોરે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર સામે ન તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે કે ન તો કોઈ મજબૂત વિકલ્પ છે.
પીકેએ કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.