લોકસભા ચૂંટણી માટે જેની રાહ જોવાતી હતી તે ભાજપની પ્રથમ યાદી આજે શનિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોના નામ ડિકલેર કરવામાં આવ્યા છે.
પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે જ્યારે અમિત શાહ ગાંધીનગરથી તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ યુપીની લખઉન બેઠક પરથી ચૂંટણી લડશે.
બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.
ગુજરાતના 15માંથી 10 ઉમેદવાર રિપીટ કરાયા છે.
28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે.
યાદીમાં ઉત્તરપ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, દિલ્હીના 5, જમ્મુ-કાશ્મીરના 2 છે. ઉત્તરાખંડમાંથી 2. 3, અરુણાચલમાંથી 2, ગોવામાંથી 1, ત્રિપુરામાંથી 1, આંદામાનમાંથી 1, દમણ અને દીવમાંથી 1 બેઠક.
●ગુજરાતના 15 ઉમેદવારોના નામ આ મુજબ છે.
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ (પ) – દિનેશ મકવાણા
રાજકોટ – પરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનશુખ માંડવીયા
જામનગર – પુનમ માંડમ
આણંદ – મિતેશ પટેલ
ખેડા -દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલ સિંહ જાદવ
દાહોદ – જશવંત સિહ ભાભોર
બારડોલી – પ્રભુભાઈ વસાવા
ભરૂચ – મનસુખ વસાવા
નવસારી – સી આર પાટીલ
આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે.