તમે છૂટાછેડાના ઘણા કિસ્સા જોયા હશે, પરંતુ આ કિસ્સો થોડો અલગ છે. સામાન્ય રીતે લગ્ન જીવન તૂટે ત્યારે વાત છૂટાછેડા સુધી પહોંચે ત્યારે સમાધાન તરીકે પતિ અથવા
પત્ની પૈસા માંગતા હોય છે પરંતુ આ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને ડોનેટ કરેલી કિડની પરત માંગી હતી.
અમેરિકામાં રહેતા ડૉ. રિચાર્ડ બતિસ્ટાએ લગ્ન જીવનમાં ભંગાણ સર્જાતા તેઓએ તેમની પત્નીને દાન કરેલી કિડની પરત માંગી હતી અને જો કિડની ન આપી શકે તો 1.2 મિલિયન પાઉન્ડ આપવા જણાવ્યું હતું.
આ મામલો વર્ષ 2009નો છે, ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર અમેરિકામાં રહેતા ડો.રિચાર્ડ બતિસ્ટાએ 1990 માં ડોનેલ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન તેઓને ત્રણ બાળકો પણ છે,પરંતુ પત્ની બીમાર રહેતી હોય લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થવા લાગી હતી કારણકે તેમના પત્નીની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હતી જેથી તેઓએ 2001માં પોતાની પત્નીને બચાવવા કિડની ડોનેટ કરી હતી જેનાથી ડોનેલ નો જીવ બચી ગયો પણ ચાર વર્ષ બાદ ડોનેલે છૂટાછેડા માટે અરજી કરતા તેમના પતિ ડો..રિચાર્ડ બતિસ્ટા ખુબજ નિરાશ થઈ ગયા અને તેઓએ તેમની પત્ની ઉપર અફેરનો આરોપ લગાવી પોતાની કિડની પરત કરવા અથવા પૈસા માંગતા મેડિકલ એક્સપર્ટ પાસે ગયા તો મેડીકલ એક્સપર્ટે કહ્યું કે આ શક્ય નથી કારણ કે કિડની શરીરમાંથી પરત કાઢવા ઓપરેશન કરાવવું પડે અને જો તેમ કરવા જશે તો ડોનેલના જીવને ખતરો હોવાનું જણાવતા ડો.રિચાર્ડ બતિસ્ટાએ તેમની પત્નીને જો કિડની ન આપી શકે તો 1.2 મિલિયન પાઉન્ડ આપવા જણાવ્યું હતું.
જો કે, પાછળથી આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં ડો. બેટિસ્ટાની કોઈપણ માંગણી પૂરી થઈ ન હતી કારણ કે નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે દશ પાનાના આપેલા ચુકાદામાં તેમની માંગણી ફગાવી દીધી હતી.
આમ,આ મામલો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.