મેલબોર્નમાં યુવાન વિદ્યાર્થીની પત્નીના નિધનથી ગુજરાતી સમાજમાં ઘેરા શોકની લાગણી, વિદ્યાર્થીનું નામ ચિરાગ પટેલ, રૂમ મેટ્સ દ્વારા ગોફંડમીમાં ડોનેશન દ્વારા મદદ શરૂ કરાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મેલબોર્ન
વિદેશમાં ભણીને પોતાની જિંદગીના સપના સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડતા હોય છે પરંતુ ઘણીવાર કુદરતનો ખેલ કંઇક અલગ જ રમત રમતો હોય છે. અમદાવાદથી હજુ એક વર્ષ પહેલા જ ચિરાગ પટેલ નામનો વિદ્યાર્થી પોતાની પત્ની સાથે મેલબોર્ન સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો. જોકે તેના પર થોડા સમય પહેલા જ દુઃખનો સૌથી મોટો પહાડ તૂટી પડ્યો. ચિરાગની પત્ની હિનાનું 9મી ઓગસ્ટના રોજ હૃદયરોગનો હુમલો આવ્યો હતો જેને પગલે તેનું મેલબોર્નની ધી રોયલ મેલબોર્ન હોસ્પિટલ ખાતે નિધન થયું છે. ચિરાગ અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં ઓસ્ટ્રેલિયા આવ્યા પહેલા રહેતો હતો જ્યારે તેની પત્ની હિના વાડજમાં રહેતી હતી.
20 હજાર ડોલરની સહાય માટે ગોફંડમી પેજ શરૂ કરાયું
તબીબી ટીમના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં, હિનાની હાલત બગડતી ગઈ હતી અને તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી. જેથી ચિરાગ ભાંગી પડ્યો હતો. ચિરાગના મિત્ર અને રૂમ મેટ્સ શ્રેયસ દ્વારા ગોફંડમી પર મદદ માટે હાથ લંબાવાયો છે. જ્યાં 20000 ઓસ્ટ્રેલિયન ડોલર એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે ચિરાગના મિત્ર દ્વારા શરૂ કરાયેલા ગોફંડમી પેજ પર 17 હજાર ડોલરથી વધુની સહાય ઓસ્ટ્રેલિયાના નાગરિકો દ્વારા કરવામાં આવી છે.
ગોફંડમી પર મદદ માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.gofundme.com/f/hina-dutt
1 વર્ષ પહેલા જ ઓસ્ટ્રેલિયા મુવ થયા હતા ચિરાગ અને હિના
ચિરાગ અને હિના એક વર્ષ પહેલા એક વર્ષ પહેલાં એક વર્ષ પહેલાં વધુ સારા ભાવિ બનાવવાના સપના સાથે ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. બંનેને તાજેતરમાં પણ મળી હતી જેથી તોએને આશા હતી કે નવા દેશમાં સમૃદ્ધ પ્રવાસ હશે તેમના સપનાઓ સાકાર થશે.. જો કે, હિનાની અચાનક વિદાયથી સોનેરી ભવિષ્ય વિખેરાઇ ગયું છે. ચિરાગને માત્ર ભાવનાત્મક રીતે બરબાદ જ નહીં, પણ નોંધપાત્ર નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે.
મર્યાદિત બચત અને તબીબી અને અંતિમ સંસ્કારના ખર્ચના અણધાર્યા ભાર સાથે, ચિરાગ હિનાના અંતિમ સંસ્કાર કરવા અને તેને ગૌરવપૂર્ણ વિદાય આપવાના આશય સાથે મદદનો હાથ લંબાવ્યો છે. જેમાં ચિરાગના મિત્રો તથા શ્રેયસનો સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે. શ્રેયસ ચિરાગને મહેનતુ વ્યક્તિ તરીકે વર્ણવે છે જે હંમેશાં અન્ય લોકો માટે આગળ આવતો રહ્યો છે. હવે, તે આશા રાખે છે કે સમુદાય તેમની જરૂરિયાત સમયે ચિરાગને ટેકો આપવા માટે ભેગા થઈ શકે છે. એકત્ર કરેલા ભંડોળ સીધા હિનાના તબીબી બીલો, અંતિમ સંસ્કારના ખર્ચ અને ચિરાગની અન્ય તાત્કાલિક જરૂરિયાતોમાં મદદગાર સાબિત થશે.