ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર, 15 ફેબ્રુઆરીથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે.

મહત્વનું છે કે સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે,ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતી હતી જ્યારે ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ જીતી હતી હવે આ ત્રીજી મેચ રમાઈ રહી છે.

દરમિયાન મેચની શરૂઆતમાં 33ના સ્કોર પર ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો.
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ બાદ રજત પાટીદાર આઉટ થઈ પેવેલિયન પરત ફર્યા છે.
વુડે યશસ્વી અને શુભમનને આઉટ કર્યા, જ્યારે ટોમ હાર્ટલીએ રજતને પેવેલિયનમાં મોકલ્યો હતો.
યશસ્વી 10 રન, શુભમન ખાતું ખોલાવ્યા વિના અને રજત પાંચ રન બનાવીને આઉટ થયા હતા.
ભારતની આ બેટિંગ લાઇન અપ બિનઅનુભવી છે.
સરફરાઝ અને ધ્રુવના રૂપમાં મિડલ ઓર્ડરમાં બે ડેબ્યુટન્ટ છે,આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. ટીમે પ્રથમ કલાકમાં જ ત્રણ વિકેટો પાડીને વર્ચસ્વ દર્શાવ્યું હતું.

તાજા અહેવાલો મુજબ હમણાં ભારતે ત્રણ વિકેટે 50થી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રજત પાટીદારના રૂપમાં ત્રણ આંચકાઓ લાગ્યા છે. રોહિત પણ એન્ડરસનના બોલ પર LBW આઉટ થયો હતો.
જો કે, રોહિતે રિવ્યુ લીધો અને તે બતાવ્યું કે બોલ બેટ અને પેડ પર અથડાયો હતો આવી સ્થિતિમાં, ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવવો પડ્યો અને તેને નોટઆઉટ જાહેર કરવો પડ્યો.
હાલમાં રોહિત 29 રન બનાવીને અને જાડેજા ચાર રન બનાવીને ક્રિઝ પર છે.